સ્પોર્ટ્સ
Trending

ICC ODI World Cup 2023 Schedule/ICC ODI વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 8મી ઓક્ટોબરે પહેલી મેચ,જાણો સંપૂર્ણ શેડ્યૂલ

  • વન ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર 
  • 5 ઓક્ટોબરથી ભારતમાં શરુ થશે 
  • 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 

ICC ODI World Cup 2023 Schedule Announced: ICCએ ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે (ICC World Cup 2023 Schedule). ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો સામનો અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. જ્યારે ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. 46 દિવસની ટૂર્નામેન્ટમાં કુલ 48 મેચો રમાશે. કુલ 10 ટીમો ભાગ લેશે. આ માટે 8 ટીમોએ ક્વોલિફાય કરી લીધું છે. 2 ટીમો અંગેનો નિર્ણય ક્વોલિફાયરથી થશે. વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન (ind vs pak) વચ્ચેની આ રોમાંચક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) રમાશે.

આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે તેવું પહેલી વાર બન્યું
ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે, જ્યારે સમગ્ર વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે. અગાઉ ભારત સંયુક્તપણે 1987, 1996 અને 2011માં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે.

આટલી ટીમો વર્લ્ડ કપ રમશે, બે ટીમો ક્વોલિફાય થશે
આ વર્ષના વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. ભારત, યજમાન હોવાને કારણે, ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો જ્યારે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ 2020-23 ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ દ્વારા ટુર્નામેન્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. અન્ય બે ટીમો વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે, જે હાલમાં ઝિમ્બાબ્વેમાં રમાઈ રહી છે. ભૂતપૂર્વ ચેમ્પિયન શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ ઉપરાંત આયર્લેન્ડ, નેપાળ, નેધરલેન્ડ, ઓમાન, સ્કોટલેન્ડ, યુએઈ, યુએસએ અને યજમાન ઝિમ્બાબ્વેની ટીમો ક્વોલિફાયરમાં ભાગ લઈ રહી છે.

2011 બાદ પહેલી વાર ભારતની યજમાનીમાં વર્લ્ડ કપ
ભારત વર્ષ 2011 બાદ પહેલી વખત વન ડે વર્લ્ડકપની યજમાની કરવા જઈ રહ્યું છે. 5 ઓક્ટોબર 2023થી ભારતમાં વર્લ્ડ કપનો પ્રારંભ થશે જેમાં 10 ટીમો ભાગ લેવાની છે જેમાંથી આઠ ટીમો ફિક્સ છે, જ્યારે બે ટીમોનો નિર્ણય હાલમાં ચાલી રહેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટથી નક્કી થશે, જેમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ અને એક સમયની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાની ટીમ રમી રહી છે.

15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે ભારત-પાકની મેચ
ભારત-પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે, પરંતુ પાકિસ્તાને પણ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. હવે જોવાનું એ છે કે પાકિસ્તાનની માગણીઓને સ્વીકારવામાં આવી છે કે નકારી કાઢવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ
ભારત તેની પ્રથમ મેચ 12 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ
વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બે સેમીફાઇનલમાંથી એક મુંબઈના વાનખેડે સ્ટેડિયમ અને બીજી કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.

Image

ભારતીય ટીમનું વર્લ્ડકપ 2023 માટેનું શિડ્યૂલ:

ભારત vs ઓસી., 8 ઓક્ટોબર, ચેન્નઈ
ભારત vs અફઘાનિસ્તાન, 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત vs પાકિસ્તાન, 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત vs બાંગ્લાદેશ, 19 ઓક્ટોબર, પુણા
ભારત vs ન્યૂઝીલેન્ડ, 22 ઓક્ટોબર, ધર્મશાળા
ભારત vs ઈંગ્લેન્ડ, 29 ઓક્ટોબર, લખનૌ
ભારત vs ક્વોલિફાયર, 2 નવેમ્બર, મુંબઈ
ભારત vs દક્ષિણ આફ્રિકા, 5 નવેમ્બર, કોલકાતા
ભારત vs ક્વોલિફાયર, 11 નવેમ્બર, બેંગ્લુરુ

ICC ODI World Cup 2023 પર એક નજર
– 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ સાથે વનડે વર્લ્ડ કપનો પ્રારંભ
– 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ભારતની પહેલી મેચ
– 15 ઓક્ટોબરે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
– 15 નવેમ્બરે મુંબઈમાં પહેલી સેમિફાઈનલ, 16 નવેમ્બરે કોલકાતામાં બીજી અને 19મીએ અમદાવાદમા ફાઈનલ
– કુલ 10 દેશો લેશે ભાગ

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button