સ્પોર્ટ્સ
Trending

FIFAએ ભારતને આપ્યો મોટો ઝટકો, AIFFને કર્યું સસ્પેન્ડ, મહિલા વર્લ્ડકપની યજમાની પણ છીનવી

દિલ્હીઃ વિશ્વ ફુટબોલ મહાસંચાલન FIFA (ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ)એ થર્ડ પાર્ટીના હસ્તક્ષેપના કારણે ભારતીય ફુટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કરી દીધું છે. FIFA(ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ)ના નિયમોને અવગણી તેનું પાલન ન કરવા તથા તોડવાનાં કારણે આ નિર્ણય લેવાયો છે. આ મુદ્દે સુનિલ છેત્રીએ પણ સાથી ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો હતો. વળી બીજી બાજુ કોલકાતામાં ડૂરંડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. બેંગ્લોર એફ.સી.ની ટીમ બીજા દિવસે જમશેદપુર એફ.સી સામે મેચ રમશે. આ ટૂર્નામેન્ટમાં 11 ઈન્ડિયન સુપર લીગ ક્લબ ભાગ લેશે.

ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. FIFA(ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ) એ સોમવારે રાત્રે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને બિનજરૂરી તૃતીય પક્ષના હસ્તક્ષેપને ટાંકીને સસ્પેન્ડ કરી દીધું. આ સાથે ભારતમાં 11 થી 30 ઓક્ટોબર દરમિયાન યોજાનાર FIFA(ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ) અંડર-17 મહિલા વર્લ્ડકપની યજમાની પણ જોખમમાં આવી છે. ફિફાએ કહ્યું છે કે, સસ્પેન્શન તાત્કાલિક અસરથી અમલમાં આવશે. FIFA(ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સસ્પેન્શન ત્યારે જ ઉઠાવવામાં આવશે જ્યારે AIFF એક્ઝિક્યુટિવ કમિટીને બદલવા માટે એડમિનિસ્ટ્રેટર્સની કમિટી બનાવવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, AIFF વહીવટીતંત્રને ફેડરેશનના રોજિંદા કામકાજ પર સંપૂર્ણ નિયંત્રણ આપવામાં આવશે.

FIFAએ કહ્યું, ‘જેનો અર્થ એ છે કે અંડર-17 મહિલા વર્લ્ડકપ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ભારતમાં યોજાઈ શકશે નહીં.’ તેમણે કહ્યું કે, FIFA(ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ) ભારતના રમતગમત મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે અને સકારાત્મક પરિણામ સુધી પહોંચવાની આશા છે. આ મહિનાની શરૂઆતમાં, FIFA(ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ) એ તૃતીય-પક્ષની દખલગીરી માટે AIFFને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. AIFFની ચૂંટણી કરાવવા માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશના થોડા દિવસો બાદ આ ચેતવણી આપવામાં આવી છે. AIFFની ચૂંટણી 28 ઓગસ્ટે યોજાવાની છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 17 ઓગસ્ટે સુનાવણી છે.

D 2

છેત્રીએ કહ્યું- FIFAની ધમકી પર ધ્યાન ન આપો
બીજી બાજુ ઈન્ડિયન ફુટબોલ ટીમના કેપ્ટન અને અનુભવી સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ ગત રવિવારે મોટુ નિવેદન આપ્યું હતું. તેણે પોતાના સાથી મિત્રોને કહ્યું હતું કે તમે FIFA(ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ)ની ધમકીઓ પર નજર ન કરો. મેદાનમાં પોતાનુ બેસ્ટ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરો.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button