- ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન
- ખેલાડીઓનું એરપોર્ટ પર કરાયું સ્વાગત
- 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાનની મેચ રમાશે
- આજે ટીમ ઈન્ડીયા આવી, આઈટીસી નર્મદા હોટલ પહોંચી
IND vs PAK Match:અમદાવાદ એરપોર્ટ પર આજે ભારતીય ટીમનું આગમન થયું છે. ટીમના આગમને લઇને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ભારતીય ટીમને કેશવબાગ સ્થિત ITC નર્મદામાં રોકાણ કરશે. શુક્રવારે બપોરે ટીમ ઇન્ડિયા સ્ટેડિયમમાં પ્રેકટિસ કરશે.
ગઇકાલે અફઘાનિસ્તાન સામે વિજય મેળવ્યા બાદ આજે બપોરે ટીમ ઇન્ડિયાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. ભારતીય ક્રિકેટર્સની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો ઉમટી પડ્યા છે. ભારતીય ટીમ બોડકદેવમાં આવેલી ITC નર્મદા હોટલમાં રોકાવાની છે. જ્યાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન સામે મેદાને જંગમાં ઉતર્યા પહેલા આવતીકાલે નેટ પ્રેક્ટિસ કરવામાં આવશે.
આ પહેલા ગઇકાલે બુધવાર સાંજે ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલ પણ અમદાવાદ આવી પહોંચ્યો છે. ડેન્ગ્યુ થવાના કારણે શુભમન અગાઉની મેચો ટીમ ઇન્ડિયા તરફથી રમી શક્યો ન હતો. પરંતુ હવે તે સ્વસ્થ હોવાથી અમદાવાદ આવ્યો છે. જોકે પાકિસ્તાન સામેની મેચમાં એ રમશે કે નહીં તેને લઇને સસ્પેન્સ હજી પણ યથાવત છે.
ભારતે વર્લ્ડ કપમાં તેની પ્રથમ બંને મેચ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને અને બીજી મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું છે. હવે પાકિસ્તાનનો વારો છે, જેની સાથે ભારત 14 ઓક્ટોબર, શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મોટી મેચ પર આખી દુનિયાની નજર છે.
એરપોર્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત
ભારતીય ટીમના આગમનને લઈ એરપોર્ટ પર પોલીસનો ચાંપદો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટીમના આગમનને લઈ 1 DPC, 2 ACP, 2 PI અને 4 PSIનો એરપોર્ટ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતનો ઓપનર શુભમન ગિલ અને પાકિસ્તાનની ટીમનું ગઈકાલે જ અમદાવાદમાં આગમન થયું હતું.
#WATCH | Team India arrives in Gujarat’s Ahmedabad, ahead of their match against Pakistan in ICC World Cup on 14th October pic.twitter.com/dOTZZcjJnu
— ANI (@ANI) October 12, 2023
પાકિસ્તાન વિરુદ્ધ રમશે મેચ
ભારત ટીમ 14 ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપની મેચ રમશે. આ મેચ પહેલાં 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ 15 ઓક્ટોબરે નવરાત્રિનો પ્રથમ દિવસ હોવાથી મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અને બીજી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ દિલ્હીમાં રમી હતી. આ બંને મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. જેથી ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવી પોતાની જીતનો સિલસિલો યથાવત્ રાખવાનો પ્રયાસ કરશે.
આવતીકાલે ટીમ ઈન્ડિયા કરશે પ્રેક્ટિસ
ભારતીય ટીમની પ્રથમ 2 મેચમાં જીત થઈ હતી. જેથી ભારતીય ટીમ 14 ઓક્ટોબરે પાકિસ્તાનને હરાવીને પોતાની જીતનો સિલસિલો યથાવત્ રાખશે. આ માટે ભારતીય ટીમ આવતીકાલે નેટ પ્રેક્ટિસ કરશે અને 14 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન મેચ પહેલાં સ્ટેડિયમમાં અરીજીત સિંહ પરફોર્મ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube