December 3, 2024
KalTak 24 News
BharatPolitics

Andhra Pradesh CM Oath: ચંદ્રબાબુ નાયડુએ ચોથી વખત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને પવન કલ્યાણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા,PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ રહ્યા હાજર

Andhra Pradesh CM N Chandrababu Naidu

Andhra Pradesh CM N Chandrababu Naidu: ટીડીપી (TDP) સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)એ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ ચોથી વખત આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ચંદ્રબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુની સાથે પવન કલ્યાણે (Pawan Kalyan) પણ શપથ લીધા છે. તેઓ નવી સરકારમાં ડેપ્યુટી સીએમ પદ સંભાળશે. ચંદ્રબાબુ નાયડુ આ પહેલા ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. આ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો હાજર છે. ચંદ્રાબાબુ નાયડુના શપથગ્રહણ બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગળે લગાવીને અભિનંદન પાઠવ્યા હતા.

ચંદ્રાબાબુ નાયડુએ CM અને પવન કલ્યાણ ડેપ્યુટી CM

ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં કુલ 25 સભ્યોની મંત્રી પરિષદ શપથ લઈ રહી છે. જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ એનડીએના નેતૃત્વવાળી સરકારમાં ડેપ્યુટી સીએમ હશે. મંત્રીઓની યાદીમાં જનસેના પાર્ટીના ત્રણ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મંત્રીનો સમાવેશ થાય છે. બાકીના તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે ચંદ્રબાબુ નાયડુને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ સ્ટેજ પર હાજર છે.

મંત્રી પરિષદમાં ચંદ્રબાબુ નાયડુના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, ટીડીપીના આંધ્ર પ્રદેશ એકમના પ્રમુખ કે અચન્નાયડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નડેન્દલા મનોહરનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, અન્ય કેન્દ્રીય પ્રધાનો, NDA સહયોગી પક્ષોના નેતાઓ અને કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર છે. નાયડુએ મંગળવારે મોડી રાત્રે અમરાવતીમાં તેમના નિવાસસ્થાને અમિત શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક બાદ તેમના મંત્રી પરિષદને અંતિમ સ્વરૂપ આપ્યું હતું..

ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, નીતિન ગડકરી, રામદાસ આઠવલે, અનુપ્રિયા પટેલ અને ચિરાગ પાસવાન તેમજ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, એનસીપીના નેતા પ્રફુલ પટેલ હાજર છે.આ સાથે જ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત અને ફિલ્મ અભિનેતા અને પદ્મ વિભૂષણથી સન્માનિત કોનિડેલા ચિંરજીવી પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.

લોકસભા ચૂંટણી 2024ની સાથે યોજાયેલી આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ 175 વિધાનસભામાંથી NDAના સહયોગી દળો ટીડીપીએ 135, જેએનપીએ 21 અને ભાજપે 8  બેઠક પર જીત મેળવી હતી. જ્યારે YSRCPએ 11 બેઠક પર જીત મેળવી હતી.

 

 

 

 

Related posts

કેપ્ટન અમરિંદર સિંહ જોડાઈ શકે છે ભાજપમાં , 19 તારીખે કરશે એલાન

KalTak24 News Team

PM મોદીએ પદભાર સંભાળતા જ લીધો મોટો નિર્ણય,9.3 કરોડ ખેડૂતોને આપી ભેટ, કિસાન સમ્માન નિધિનો 17મો હપ્તો કર્યો રિલીઝ…

KalTak24 News Team

કોંગ્રેસે મોડી રાતે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, મોટા ભાગના ધારાસભ્યોને રીપીટ કરાયાં

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News