March 25, 2025
KalTak 24 News
Gujarat

ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનામાં વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થશે સરકાર,આટલી વિદ્યાર્થિનીઓ થઈ રજીસ્ટર, જાણો આ યોજના વિશે…

Namo Lakshmi Yojana

Namo Lakshmi Yojana: ગાંધીનગરમાં આચારસંહિતા બાદ આજે પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(bhupendrabhai patel)ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય હતી. આ બેઠકમાં મોદી સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ એક ભારત શ્રેષ્ઠ ભારતની પહેલ સાથે નવી સરકારને શુભેચ્છાઓ પાછવી હતી.ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના(Namo Lakshmi Yojana) અંગેની ચર્ચા થઈ હતી. તેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નમો લક્ષ્મી યોજનામાં સહાય મેળવવા માટે રાજ્યમાં 5.31 લાખ વિદ્યાર્થિનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.


અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં “નમો લક્ષ્મી” યોજના જાહેર કરી હતી. રાજ્યના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ 10 અને ધોરણ 12માં નવા શૈક્ષણિક સત્રથી આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંગે સરકાર 2024-25ના વર્ષના બજેટમાં આ યોજનાની જાહેરાત અને નાણાંકીય ફાળવણી કરી છે. નમો લક્ષ્મીમાં 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.

રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધોરણ 9થી ધોરણ 12માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મળે તેવો આશય છે. અત્યારે જે રજીસ્ટ્રેશન થયું છે તેમાં મોટેભાગે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ 9 અને ધોરણ 11ની વિદ્યાર્થિનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રજીસ્ટ્રેશન વધીને બમણું થવાની ધારણા છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રૂચીમાં વધારો થાય તે હેતુસર ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઈ છે.

તમને જણાવી દઈએ કે સરકારી, અનુદાનિત અને ખાનગી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર યોગ્ય પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે. તેથી આમ આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થીનીને કુલ 50 હજારની સહાય મળવાપાત્ર થશે. હાલ તો નમો લક્ષ્મી યોજનામાં વાર્ષિક 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ રીતે મળશે

ધોરણ ૯ અને ૧૦માં ૧૦ મહિના સુધી માસિક રૂપીયા 500-500 પ્રતિ વર્ષ મળશે અને બાકીના રૂપીયા 10 હજાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળશે. તેમજ ધોરણ 11 અને 12માં 10 મહિના સુધી માસિક રૂપીયા 750-750 પ્રતિ વર્ષ મળશે, બાકીના રૂપીયા 15 હજાર ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળશે.

નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના

મુખ્યમંત્રીએ નમો સરસ્વતી વિદ્યા અને સાધના યોજના અંગે જણાવતા કહ્યું કે, રાજ્યના દીકરા દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે પ્રોત્સાહિત થાય સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તેવો હેતુ આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ધોરણ 11 અને 12 સાયન્સમાં 10 મહિના સુધી માસિક રૂપીયા 1000 પ્રતિ વર્ષ, એમ કુલ રૂપીયા 20 હજાર મળશે, બાકીના રૂપીયા પાંચ હજાર ધોરણ ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે.

 

 

 

 

Related posts

આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન…! મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

KalTak24 News Team

પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢતા પ્રતાપ દૂધાત લાલઘૂમ, નરેશ પટેલને સણસણતો પત્ર

KalTak24 News Team

સુરત/ 22 દિવસ બાદ અચાનક પ્રગટ થયા નિલેશ કુંભાણી,કહ્યું- ‘2017માં કોંગ્રેસે ગદ્દારી કરી તેનો મેં બદલો લીધો’,પ્રતાપ દુધાત અને ભાજપને લઈ કહી આ વાત

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં