Sarthana Nature Park in Surat: સુરતમાં સરથાણા ખાતે આવેલા નેચરપાર્કમાં મુલાકાતીઓની સંખ્યામાં ઘરખમ વધારો થયો છે. હાલમાં ઉનાળુ વેકેશન હોય મુલાકાતીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જેમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં 76,647 મુલાકાતીઓ જયારે મે મહિનાના પ્રથમ 12 દિવસમાં 53664 મુલાકાતી નોંધાયા છે.
સુરતના સરથાણા ખાતે મનપા સંચાલિત પ્રાણી સંગ્રહાલય આવેલું છે.જેમાં દિવાળી તેમજ વાર તહેવાર અને ઉનાળા વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. હાલમાં ઉનાળુ વેકેશન દરમિયાન ટાબરિયાઓને વાઘ, સિંહ, દીપડો જોવાની મોજ પડી ગઈ છે.
જો આંકડા પર નજર કરીએ તો, ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં 76,647 મુલાકાતીઓ અને 21,18,600 રૂપિયાની આવક થઇ હતી. જયારે મેં મહિનામાં પ્રથમ 12 જ દિવસમાં 53,664 લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી અને 13,76,880 રૂપિયાની આવક થઇ હતી. જેમાં એપ્રીલ મહિનામાં યુવાવસ્થાના 59316 અને 15552 બાળકો હતા. જયારે મેં મહિનામાં યુવાવસ્થાના 35295 અને 11974 બાળકો હતા.
આમ છેલ્લા દોઢ મહિનાની અંદર જ 130331 મુલાકાતીઓ અને 34,95,480 રૂપિયાની આવક થઇ હતી. હજી વેકેશનના દિવસો બાકી છે. તેમાં પણ વીકેન્ડમાં વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે.
આ ઉપરાંત સરથાણા નેચરપાર્કની સાથે પાલ સ્થિત એક્વેરિયમમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધી હોવાનું નોંધાયું છે. 28 એપ્રિલથી 12 મેં સુધીમાં 14087 મુલાકાતી સાથે જ પાલિકાને 10.90 લાખની આવક થઇ છે. 28 એપ્રિલના રોજ 1981 મુલાકાતી, 5 મેં ના રોજ 1878 મુલાકાતી, 7 મેં ના રોજ 1048 મુલાકાતી, 11 મેં ના રોજ 1010 મુલાકાતી અને 12 મેં ના રોજ 2286 મુલાકાતી નોંધાયા છે. 12ના રોજ રવિવાર હોય સમગ્ર મહિનામાં સર્વાધિક 2286 મુલાકાતી સાથે જ પાલિકાને એક જ દિવસમાં 1.80 લાખની આવક થઇ હતી.
ઇન્ચાર્જ ઝૂ સુપ્રીડેન્ટ રાજેશ પટેલે જણાવ્યું કે, દર વર્ષે નેચરપાર્કમાં વેકેશન દરમ્યાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે. છેલ્લા બે વર્ષથી ઓનલાઈન ટિકિટની પણ સુવિધા છે. જેનો પણ મુલાકાતીઓ લાભ લઇ રહ્યા છે. આ ઉપરાંત બીજા ઝૂમાંથી પ્રાણીઓ મેળવવા માટેની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube