October 9, 2024
KalTak 24 News
GujaratBharat

Republic Day 2024/ જલ્દી કરો..તમારો એક વૉટ,ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે,બસ ફૉલો કરો આ સ્ટેપ્સ,ભરપૂર વોટિંગ કરી નિભાવો ગુજરાતીની ફરજ…

Republic day parade in Gujarat Tableau
  • કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લો જમાવ્યુ આકર્ષણ
  • જે ટેબ્લોને વિજેતા બનાવવા માટે ઓનલાઈન વોટિંગ શરૂ
  • વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી સુધી ઓપન રહેશે

Republic Day 2024: આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થયું હતુ. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. આજે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની સરહદે આવેલ ધોરડો ગામની ઝાંખી રજૂ કરવામાં આવી હતી.

મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો: ‘‘ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિં! આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપી શકો છો.

UNWTO દ્વારા જ્યારે ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે. આજે ધોરડોએ ગુજરાતના ટેબ્લોનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ ટેબ્લોમાં કચ્છની વિશેષતાઓની સચોટ રજૂઆતો કરવામાં આવી હતી.

▶ ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વધુ એકવાર વિજેતા બનાવો…

ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : ”ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ”ને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવી શકો છો.

VIDEO:

 

▶ કંઈ રીતે વૉટિંગ કરશો?

  • સૌ પ્રથમ https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-republic-day-2024/
  • જે બાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 04 (ચોથા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.
  • નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો
  • જે બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો
  • જેથી તમને એક OTP પ્રાપ્ત થશે
  • આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

▶ SMSથી વોટિંગ કરવા માંગતા હોવ તો

  • SMS Syntax: MYGOVPOLL<space>344521<comma>Choice NumberSend to 7738299899

જણાવી દઈએ કે, આ વોટિંગ લિંક તા.27 જાન્યુઆરી, 2024ના સવારે 05:30 કલાક સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવો..

 

 

Group 69

 

 

Related posts

વડોદરા/ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું બન્યું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ,ઉમેદવારે આ અંગે લોકોને સતર્ક રહેવા કરી અપીલ..

KalTak24 News Team

સુરત/ લોકશાહીનો મૂળ હેતુ કલ્યાણરાજ છે.તેની વ્યવસ્થા માટે કાયદાઓ બને છે;વિચારોના વાવેતરમાં ૭૩મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra

બોટાદ/ સાળંગપુરધામ ખાતે રક્ષાબંધનના પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ભક્તોએ મોકલેલી રાખડીના વાઘા અને સિંહાસને નારિયેળીના પાનનો દિવ્ય શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra
Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો.