- બીજાને સુખી કરવા તે સુખી થવાનો એક માત્ર ઉપાય છે. – કાનજી ભાલાળા
- સારા વિચારોનું બળ વધે ત્યારે તે ખરાબ વિચારોને નબળા પાડે છે. – પ્રકાશભાઈ રાખોલીયા
- સફળતા, એ વાસ્તવિક સુખ નથી સુખ, એ અનુભવવાની લાગણી છે. – કાનજી ભાલાળા
Saurashtra Patel Seva Samaj Surat in Thursday’s thought:જીવનમાં સુખાકારીની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૭-૧૦-૨૦૨૪ ના રોજ વરાછા બેંકના ઓડીટોરીયમ ખાતે યોજાયેલા ૮૩માં થર્સ-ડે થોર્ટમાં કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતું કે, જીવનમાં સફળતા અને સુખને સમજવાની જરૂર છે. સંપત્તિ એ સફળતા નથી. ખુશી એ ખરી સફળતા છે. કારણ, સંપત્તિ એ ખુશી મેળવવાનું સાધન છે. જીવનને ગુણવત્તાયુક્ત બનાવવા માટે માણસે સમજવાની જરૂર છે કે, સફળતા એ સુખી થવાની એક યાત્રા છે.
ખરેખર તો બીજાને સુખી કરવા તે સુખી થવાનો એકમાત્ર ઉપાય છે. આજે માણસ પાસે સુખ સુવિધાઓ છે છતા મોજ નથી. કારણ આપણે સફળતા કે સંપત્તિમાં ખુશી શોધીએ છીએ. છેવટે નિરાશા મળે છે. સંપત્તિને આપણે સફળતાનું માપદંડ માની લીધુ છે. જીવનમાં પૈસા કમાવવા ખુબ જરૂરી છે પરંતુ, તે જીવનનું લક્ષ નથી સાધન છે. તેમણે નવો વિચાર આપતા જણાવ્યુ હતું કે, સફળતા એ સ્થાન નથી એક યાત્રા છે. તેમાં સતત શિખતા રહેવું તે સફળતાનો આનંદ છે. સફળતા કોઈ પડાવ નથી. નવું નવું શિખતા રહેવું, જીવનને વધુ ગુણવત્તા યુક્ત બનાવવું તે ખરૂ જીવન છે.
તમારો દીવડો, તમે જ પ્રગટાવો – પ્રકાશ રાખોલીયા ધર્મજ ટેકનોલોજી
નવા ટ્રસ્ટી દાતાનું સન્માન
૧૧૧૧૧ ચો.ફૂટની રંગોળીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube