- ગોકુલ આઠમ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દાદાને કરાયો વિશેષ શણગાર
- શ્રીકષ્ટભંજનદેવ દાદાને મયૂરપંખ એવં શ્રીકૃષ્ણની શેષનાગ લીલાનો શણગાર
- શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી રાત્રી દરમિયાન કરવામાં આવશે
Sarangpur Hanuman Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત – શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે તા.26-08-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને મયૂર પંખના વાઘાનો દિવ્ય શણગાર કરાયો.
મંગળા આરતી 5.30 કલાકે કરાઈ
આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે કેક અન્નકૂટ એવં શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી -અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ છે.
આજે રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને ગરબા સાથે થશે ઉજવણી
શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે મંદિર તથા પટાંગણ ફુગ્ગાઓથી સુશોભન કરી સવારે 09:30 થી 12:00 કલાક દરમિયાન મટકી ફોડ એવં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રાત્રે 09:00 થી 12:00 કલાક દરમિયાન રાસ ગરબાનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ. રાત્રે 12:00 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી કરવામાં આવેલ છે.
ભકતોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન કર્યા દર્શન
શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube