IND vs ENG 1st T20: ભારતે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમે આપેલા 133 રનના લક્ષ્યને માત્ર 12.5 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી અને માત્ર 34 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ રમી. આ પહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે ઝઝૂમતા જોવા મળ્યા અને સમગ્ર ટીમ માત્ર 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તી ત્રાટકતા ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ભારતની શાનદાર જીત
અભિષેક શર્મા (79)ની તોફાની ઈનિંગ્સ અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે બુધવારે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 43 બોલ બાકી રહેતા 7 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 132 રન બનાવીને સમગ્ર ટીમ ઓલઆઉટ થઈ ગઈ.
જવાબમાં ભારતે 12.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે બંને દેશો વચ્ચે આગામી મેચ શનિવારે ચેન્નાઈમાં રમાશે.
Abhishek in his element! 💯💥pic.twitter.com/PLChLwsaW4
— SunRisers Hyderabad (@SunRisers) January 22, 2025
અભિષેકે 21 બોલમાં ફિફ્ટી ફટકારી
પછી અભિષેકે જવાબદારી સંભાળી અને માત્ર 21 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. પોતાની ઇનિંગ્સના આધારે, અભિષેકે ભારતીય ટીમને ૧૨.૫ ઓવરમાં ૭ વિકેટે મેચ જીતવામાં મદદ કરી. આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. હવે બંને દેશો વચ્ચે આગામી મેચ શનિવારે ચેન્નાઈમાં રમાશે.
કોલકાતામાં રમાયેલી ટી20 મેચમાં અભિષેકે 34 બોલમાં 79 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. તિલક વર્મા ૧૯ રન બનાવીને અણનમ રહ્યા અને હાર્દિક પંડ્યા ૩ રન બનાવીને અણનમ રહ્યા. અભિષેક અને તિલક વચ્ચે ત્રીજી વિકેટ માટે 42 બોલમાં 84 રનની ભાગીદારી થઈ. ઇંગ્લેન્ડ તરફથી એકમાત્ર ઝડપી બોલર જોફ્રા આર્ચર સફળ રહ્યો. તેણે 2 વિકેટ લીધી.
7 વિકેટે ઈંગ્લેન્ડને હરાવ્યું
માર્ક વૂડ ઇનિંગની 13મી ઓવર અને તેના સ્પેલની ત્રીજી ઓવર નાખવા આવ્યો હતો. તિલક વર્માને પ્રથમ બોલ પર જ લેગ બાય સિંગલ મળ્યો હતો. વુડે બીજા બોલ પર શાર્પ બાઉન્સર ફેંક્યો. હાર્દિકે બોલને વિકેટકીપર પાસે જવા દીધો. તિલક વર્માએ પાંચમા બોલ પર વિકેટકીપર પાસે ચોગ્ગો ફટકારીને ભારતની જીત પર મહોર મારી હતી. ભારતે 43 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી. ભારતે 12.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તિલક વર્મા 19* અને હાર્દિક પંડ્યાએ 3* રન બનાવી અણનમ રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ક્રિકેટર
અર્શદીપ સિંહ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ક્રિકેટર બની ગયો છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી પ્રથમ T20 મેચની પહેલી જ ઓવરમાં તેણે સોલ્ટને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ ત્રીજી ઓવરમાં તેણે ડકેટની વિકેટ ઝડપી હતી. અર્શદીપે માત્ર 61 મેચમાં 97 વિકેટ ઝડપી યુઝવેન્દ્ર ચહલનો 96 વિકેટનો રૅકોર્ડ તોડી દીધો હતો. જો કે ચહલે આ 96 વિકેટ્સ 80 મેચમાં ઝડપી છે. ત્રીજા ક્રમે સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર છે જેણે 87 મેચમાં 90 વિકેટ ઝડપી છે.
ભારતીય પ્લેઇંગ 11: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ રેડ્ડી, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહ.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11: બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટન, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ અને માર્ક વુડ.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube