Sunil Chhetri Retirement: ભારતીય ફૂટબોલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતની ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ સંન્યાસ લેવાનું એલાન કરી દીધું છે. તેઓ એમની છેલ્લી મેચ કોલકાતામમાં કુવૈત સામે રમતાં નજર આવશે.સુનીલ છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી છે. સુનીલ છેત્રીએ 9 મિનિટનો વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેને લખ્યું છે કે, હું તમને કંઈક કહેવા માગું છું.
સોશિયલ મીડિયામાં ભાવુક વિડીયો કર્યો શેર
I’d like to say something… pic.twitter.com/xwXbDi95WV
— Sunil Chhetri (@chetrisunil11) May 16, 2024
સુનીલ છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી અને કહ્યું કે તે તેની છેલ્લી મેચ કુવૈત સાથે રમશે. વીડિયોમાં તેણે પોતાની સફર વિશે વાત કરતાં કહ્યું કે હવે નવા લોકોને તક આપવાનો સમય આવી ગયો છે. છેત્રીએ ભારતને ઘણી મહત્ત્વપૂર્ણ મેચોમાં જીત અપાવી છે.
‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દેશ માટે આટલી બધી મેચ રમીશ’
સંન્યાસની જાહેરાત કરતાં છેત્રીએ તેની સફરને યાદ કરતાં કહ્યું, “મને હજુ પણ યાદ છે કે જ્યારે મેં મારી પ્રથમ મેચ રમી હતી. મારી પ્રથમ મેચ, મારો પ્રથમ ગોલ, તે મારી સફરની સૌથી યાદગાર ક્ષણ હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું દેશ માટે આટલી બધી મેચ રમીશ.”
સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની લિસ્ટમાં ત્રીજા નંબર પર
વર્ષ 2005માં ભારત માટે ડેબ્યૂ કરનાર સુનીલ છેત્રીએ લગભગ બે દાયકા જેટલા લાંબા આંતરરાષ્ટ્રીય કરિયરમાં 150 જેટલા મેચ રમ્યા છે અને અત્યાર સુધી લગભગ 94 ગોલ કર્યા છે. સાથે જ તેઓ સક્રિય ખેલાડીઓમાંથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓની લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.
ભારતીય ફૂટબોલના ચમકતા સિતારા અને કપ્તાન સુનિલ છેત્રીએ તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. સુનિલ છેત્રીએ કુલ 6 વખત AIFF પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. સુનિલને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રી જેવા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મંચ પર, છેત્રી એએફસીમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમોનો ભાગ રહ્યો છે. વધુમાં 2008માં ચેલેન્જ કપ, 2011 અને 2015માં SAFF ચેમ્પિયનશિપ, 2007, 2009 અને 2012માં નેહરુ કપ તેમજ 2017 અને 2018માં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનો ભાગ સુનિલ છેત્રી રહ્યા છે.
વર્તમાન ખેલાડીઓમાં, માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (128) અને લિયોનેલ મેસ્સી (106) એ છેત્રી કરતાં વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે. રોનાલ્ડો અને મેસ્સી સિવાય ઈરાનના પૂર્વ દિગ્ગજ અલી ડેઈ (108) એ છેત્રી કરતા વધુ ગોલ કર્યા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube