Shubman Gill Hospitalised In Chennai: ભારતીય સ્ટાર ઓપનર શુભમન ગિલ (Shubman Gill)એ વનડે વર્લ્ડ કપ 2023માં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ ગુમાવી હતી. ડેન્ગ્યુ થયો હોવાના કારણે શુભમન 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી શક્યો નહોતો.ડેન્ગ્યુની ચપેટમાં આવેલ ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા, જેના કારણે તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે BCCIએ તેની હેલ્થ વિશે અપડેટ આપતા એ પણ જણાવ્યું કે, તે હવે અફઘાનિસ્તાન વિરુદ્ધ દિલ્હી ખાતે થનાર મેચમાં પણ ભાગ નહીં લઈ શકે.
Shubman Gill hospitalised in Chennai after the platelet count dropped a bit. (PTI).
A big set back for India ahead of big matches in the coming days! pic.twitter.com/o5nUTjX6Hd
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2023
તે ઉપરાંત ઇન્ડિયન ક્રિકેટ બોર્ડે એમ પણ કહ્યું હતું કે, તે ચેન્નઈમાં જ સારવાર લઈ રહ્યો છે અને ટીમ સાથે દિલ્હી ટ્રાવેલ નહીં કરે. હવે ક્રિક્બ્ઝમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ભારતના ગિલને સોમવારે કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે તે ત્યાંના નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ડોક્ટર રિઝવાન ખાન, જે ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા હતા, તેઓ પણ હવે યુવા ઓપનરની સંભાળ લઈ રહ્યા છે.ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવાથી ટીમ મેનેજમેન્ટને સલાહ આપવામાં આવી છે, તેણે ટ્રાવેલ કરવું જોઈએ નહીં.
હાલની પરિસ્થિતિને જોતા ગિલનું પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરના રોજ રમવું બહુ જ અઘરું છે. ઉલ્લેખનીય છે કે, આ હાઈ વોલ્ટેજ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવવાની છે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતે ગિલને મિસ કર્યો હતો. તેની ગેરહાજરીમાં ઈશાન કિશને રોહિત શર્મા જોડે ઓપનિંગ કરી હતી. ઈશાન પ્રભાવ છોડવામાં નિષ્ફ્ળ રહ્યો હતો અને પ્રથમ બોલે જ પેવેલિયન પરત ફર્યો હતો.
Shubman Gill is likely to miss the Pakistan match in World Cup. [PTI]
Get well soon, Gill….!!!!!! pic.twitter.com/pbr1kbbJGc
— Johns. (@CricCrazyJohns) October 10, 2023
ટીમમાં રહેશે શુભમન ગીલ
ગયા અઠવાડિયે શુભમન ગીલનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ પછી ગીલ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાંથી બહાર થઈ ગયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ગીલ શનિવારે પાકિસ્તાન સામે રમાનારી મેચ માટે ફિટ થશે, પરંતુ હવે આની કોઈ શક્યતા દેખાતી નથી. ડેન્ગ્યૂ જેવા રોગમાંથી સાજા થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગે છે. આવામાં ગીલ આવતા સપ્તાહની શરૂઆતમાં જ પ્રેક્ટિસમાં પરત ફરી શકશે.
જોકે, બીસીસીઆઈ ગીલના સ્થાનની જાહેરાત કરશે નહીં અને તે વર્લ્ડકપમાં ટીમનો ભાગ રહેશે. ગીલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર સંપૂર્ણ ફિટ થઈ ગયા બાદ ગીલ વર્લ્ડકપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
2023માં વનડેમાં ગિલનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, ગિલે આ વર્ષે 20 વનડેમાં 72.35ની એવરેજથી 1230 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 105.03નો રહ્યો છે અને બેસ્ટ સ્કોર 208 રન છે. તેણે 5 ફિફટી અને 5 સેન્ચુરી ફટકારી છે. કુલ 139 ફોર અને 29 સિક્સ તેના બેટથી નીકળી છે. એશિયા કપ 2023માં પણ તે 302 રન સાથે ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube