ભારતીય ક્રિકેટર કૃણાલ પંડ્યા પિતા બન્યો,કૃણાલે તસવીર શેર કરીને લખ્યું ‘કવીર કૃણાલ પંડ્યા’

વડોદરાનો ક્રિકેટર કૃણાલ પંડ્યા(Krunal Pandya) પિતા બન્યો છે અને તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ અંગે કૃણાલ પંડ્યા(Krunal Pandya)એ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને માહિતી આપી છે.
પુત્રને ચુંબન કરતો ફોટો પણ સોશ્યિલ મીડિયા પર શેર કર્યો
વડોદરા ક્રિકેટર ભાઈઓ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા(Krunal Pandya)ના ઘરે ફરી એકવાર ખુશીનો પ્રસંગ આવ્યો છે. કૃણાલ પંડ્યા(Krunal Pandya)ની પત્ની પંખુડી શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. સાથે જ તેમણે પુત્રનું નામ કવીર (Kavir) રાખ્યું છે. આ અંગે કૃણાલ પંડ્યા અને પંખુ(Krunal Pandya)એ પોસ્ટમાં પત્ની અને પુત્ર સાથેની તસવીર શેર કરતા લખ્યું છે કે, કવીર કૃણાલ પંડ્યા. સાથે જ પુત્રને ચુંબન કરતો ફોટો પણ શેર કર્યો છે.
View this post on Instagram
લગ્નના 5 વર્ષ બાદ બાળકનો જન્મ
અત્રે ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં કૃણાલ અને પંખુરી બંને સારા મિત્રો હતા અને ધીરે ધીરે બંનેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેએ પોત-પોતાના પરિવારને જાણ કરી હતી અને બંને પરિવારો લગ્ન માટે સહમત થઇ ગયા હતા. ક્રિકેટર કૃણાલ પંડ્યા(Krunal Pandya) અને મોડલ પંખુડી શર્માએ 27 ડિસેમ્બર 2017ના રોજ લગ્ન કર્યાં હતા. વિવાહના બંધન બંધાયાના પાંચ વર્ષ બાદ તેમના ઘરે આ પ્રથમ બાળકનો જન્મ થયો છે.
પંખુરી શર્માના પિતા બિઝનેસમેન છે
ક્રિકેટર કૃણાલ પંડ્યા(Krunal Pandya)ની પત્ની પંખુરીનો પરિવાર મુંબઇમાં રહે છે. પંખુરીના પિતા રાકેશ શર્મા બિઝનેસ મેન છે. જ્યારે માતા અનુપમા શર્મા ગોવામાં ઇન્ટિરીયર ડિઝાઇનર છે. પંખુરીની મોટી બહેનનું નામ તાન્યા શર્મા છે. પંખુરી શર્મા પરિવારમાં સૌથી નાની છે.
હાર્દિક અને કૃણાલે સાથે રમવાનું શરૂ કર્યું હતુ
કૃણાલે 2013માં ટી-20 લીગમાં રમવાનું શરૂ કર્યુ હતું. પરંતુ. તેને IPL-9માં ઓળખ મળી હતી. મુંબઇ ઇન્ડિયન્સે તેને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પછી કૃણાલ(Krunal Pandya)ને ટીમ ઇન્ડિયામાં રમવાની તક મળી હતી. ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા(Krunal Pandya)એ સાથે જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતું. હાર્દિક બાદ કૃણાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ માં ડેબ્યૂ પણ કર્યું હતું.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ