ગુજરાત
Trending

Surat/ ગરબા રમતા સમયે જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક જ મેડિકલ હેલ્પ લો,શું કહ્યું ડોક્ટરે જાણો વધુ વિગતો?

Surat News: નવરાત્રીના તહેવારની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે આ તહેવારને ચારથી પાંચ દિવસની જ વાર અને તેવામાં ખેલૈયાઓમાં પણ બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે ખેલૈયાઓ છેલ્લા 5થી 6 મહિના પહેલાથી જ ગરબાની પ્રેક્ટિસ આરંભવી દેતા હોય છે. તો નવરાત્રિના તહેવાર વચ્ચે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ એક ચિંતાનું કારણ બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગરબે રમતા યુવાનોનું હાર્ટએટેકથી મોત થયું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે ગરબા રમતા સમયે કઈ તકેદારીઓ રાખવી જોઈએ તે બાબતે સુરતના ડોક્ટર દ્વારા યુવાનોને ટિપ્સ આપવામાં આવી છે.

સુરતના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સંજય વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નવરાત્રી ચાલુ થવા જઈ રહી છે અને ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, નવરાત્રી દરમિયાન ગરબા રમતા સમયે એટલે કે વધુ પડતા શ્રમના કારણે કોઈ વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હોય. ત્યારે આવા સંજોગોમાં કેટલીક તકેદારી રાખવી જોઈએ. સૌથી પહેલા તો વ્યક્તિએ પોતાના શરીરને સમજવું પડે કે, આપણા શરીરમાં કોઈ એવી સમસ્યા છે કે જેનાથી હાર્ટએટેક આવી શકે અથવા તો તેની સંભાવના ઊભી થઈ શકે.

જો કોઈ વ્યક્તિના પરિવારમાં માતા-પિતા, કાકા અન્ય કોઈ સભ્યોને હાર્ટએટેકની બીમારી હોય તો આવા લોકોએ પહેલા પોતાના હેલ્થનું ચેકઅપ કરાવી જોઈએ અને ત્યારબાદ વધારે શ્રમ કરવો જોઈએ. ખાસ કરીને ગરબા રમતા સમયે શરીરને જે શ્રમ આપતા હોઈએ ત્યારે નાભીથી લઈને કાનની બુટ્ટી સુધીમાં કોઈ પણ જગ્યા ઉપર આગળ, પાછળ, હાથ પર કે, પછી ગળામાં દુખાવો, પીઠમાં દુખાવો કે ગળું ચોકપ થવા જેવું લક્ષણ દેખાય તો તરત જ બેસી જવું જોઈએ અને મેડિકલ હેલ્પ લેવી જોઈએ.

આ ઉપરાંત તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, આવા લક્ષણો દેખાય તો કાર્ડિયોગ્રામ પણ કરાવવો જોઈએ. ઘણી વખત લોકો આ લક્ષણોને એસિડિટી સમજીને ઇગ્નોર કરે છે પરંતુ એસિડિટી જેવા લક્ષણો પણ હાર્ટએટેકના હોઈ શકે છે. જો આ પ્રકારના કોઈપણ લક્ષણો ગરબા રમતા સમયે દેખાય અને તકલીફ વધે તો મેડિકલ હેલ્પ લેવી અને હોસ્પિટલ જઈને એક કાર્ડિયોગ્રામ કરવું જોઈએ. જેથી કન્ફર્મ થઈ શકે ક્યાં લક્ષણો એસિડિટીના છે કે હાર્ટએટેકના છે. આ ઉપરાંત મીઠી વસ્તુ યુવાનોએ વધુ ન લેવી જોઈએ. બને ત્યાં સુધી મીઠી વસ્તુઓને ઇગ્નોર કરવી જોઈએ મેદા વાળું કે તેલમાં તળેલું ફરસાણ પણ વધારે માત્રામાં ન લેવું જોઈએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા