સ્પોર્ટ્સ
Trending

IPL Auction 2023: આજે 405 ખેલાડીઓની થશે હરાજી, 19 કરોડમાં Gujarat Titans આટલા ખેલાડીઓ ખરીદશે ?

કોચ્ચી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL Auction 2023) માટે આજે કોચ્ચીમાં મિની ઓક્શન થવાનું જઈ રહ્યું છે.ત્યારે બપોરે 2.30 વાગ્યાથી આ હરાજી શરૂ થશે અને આ મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે, જેમના પર પૈસાનો વરસાદ થવાનો છે. આ 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 વિદેશી ખેલાડી છે, જેમના પર ફ્રેન્ચાઈજી બોલી લગાવશે.

તમામ 10 ટીમોમાં 87 સ્લોટ્સ ખાલી
હરાજીમાં સામેલ થનારી તમામ 10 ફ્રેન્ચાઈઝી પાસે ખેલાડીઓને ખરીદવા માટે 87 સ્લોટ ખાલી છે. એટલે કે આટલા જ ખેલાડીઓ ખરીદી શકાશે. તેમાં પણ વિદેશી ખેલાડીઓના માત્ર 30 સ્લોટ છે. દરેક ફ્રેન્ચાઈઝી પોતાની સ્ક્વોડમાં 25 ખેલાડી રાખી શકે છે, જેમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. આ વખતે ઓક્શનમાં ખેલાડીઓની મહત્તમ બેસ પ્રાઈસ 2 કરોડ છે, તેમાં 19 ખેલાડીઓ છે. 11 ખેલાડીઓની બેસ પ્રાઈસ દોઢ કરોડ છે, જ્યારે 20 પ્લેયર્સ 1 કરોડની બેસ પ્રાઈસવાળી કેટેગરીમાં છે.

તમામ 10 ટીમો પાસે કેટલા પૈસા અને સ્લોટ બાકી?

સનરાઈઝર્સ હૈદરાબાદ – 42.25 કરોડ (13 સ્લોટ્સ)
પંજાબ કિંગ્સ – 32.2 કરોડ (9 સ્લોટ્સ)
લખનઉ સુપર જાયન્ટ્સ – 23.35 કરોડ (10 સ્લોટ્સ)
મુંબઈ ઈન્ડિયન્સ – 20.55 કરોડ (9 સ્લોટ્સ)
ચેન્નઈ સુપર કિંગ્સ – 20.45 કરોડ (7 સ્લોટ્સ)
દિલ્હી કેપિટલ્લ – 19.45 કરોડ (5 સ્લોટ્સ)
ગુજરાત ટાઈટન્સ – 19.25 કરોડ (7 સ્લોટ્સ)
રાજસ્થાન રોયલ્સ 13.2 કરોડ (9 સ્લોટ્સ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – 8.75 કરોડ (7 સ્લોટ્સ)
કોલકાતા નાઈટ રાઈડર્સ – 7.05 કરોડ (11 સ્લોટ્સ)

આ ખેલાડીઓ પર હરાજીમાં રહેશે નજર
આ વખતે મિની ઓક્શનમાં ભારતીય સ્ટાર ખેલાડી અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા, મયંક અગ્રવાલ ઉપરાંત વિદેશી પ્લેયર્સ જો રૂટ, કેન વિલિયમ્સન, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, સેમ કરન, લિટન દાસ, જેસન હોલ્ડર જેવા મોટા નામ છવાયેલા રહેશે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button