Colorful flowers Decoration Vaishakha Purnima Sarangpur Hanumanji Mandir Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તારીખ 23-05-2024ને ગુરૂવારના રોજ સવારે 5:30 વાગ્યે મંગળા આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા તથા 7:00 વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
હનુમાનજી દાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતા પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, “આજે દાદાને સેવંતી અને ગુલાબના ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. દાદાના સિંહાસને 30 કિલો ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છો. સંતો, પાર્ષદ અને ભક્તો સહિત 6 લોકોએ 4 કલાકની મહેનતે આ શણગાર કરવામાં આવ્યો છે.”
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube