No Detention Policy: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મોટો નિર્ણય લેતા હવે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરી દીધી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી (Student) ઓને એક તક આપવામાં આવશે અને તેમાં અસફળ થતા નાપાસ જાહેર કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત અસફળ વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરી પરીક્ષા આપવાનો મોકો મળશે, પરંતુ જો તેઓ ફરી નિષ્ફળ જશે તો તેમને પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળા ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને બહાર કાઢશે નહીં.
ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓને અસર થશે
સોમવારે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરીને લાંબા સમયથી ચાલતી સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. આ નિર્ણય બાદ હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થી (Student) ઓ નાપાસ ગણાશે. સરકારનું માનવું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતામાં સુધારો કરવાનો છે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો લાવવાના હેતુથી મંત્રાલયે ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. આ નીતિની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ હેઠળ ધોરણ 5 અને 8માં વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે.
𝐔𝐧𝐢𝐨𝐧 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲 𝐚𝐛𝐨𝐥𝐢𝐬𝐡𝐞𝐬 𝐭𝐡𝐞 ‘𝐍𝐨 𝐃𝐞𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧 𝐏𝐨𝐥𝐢𝐜𝐲’:
Students in classes 5 and 8 who fail the annual exam can retake it within two months. If they fail again, they won’t be promoted, but the school will not expel a… pic.twitter.com/AW4KRz8ch3
— All India Radio News (@airnewsalerts) December 23, 2024
બે મહિનામાં ફરી પરીક્ષાની તક
ધોરણ-5 અને ધોરણ-8 માટેના નવા નિયમ મુજબ, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનાની અંદર ફરી પરીક્ષા આપવાની તક અપાશે. આ પરીક્ષામાં પણ નાપાસ થશે તો તેમને આગામી ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે. આ સાથે સરકારે એવું પણ કહ્યું છે કે, ‘ધોરણ 8 સુધી કોઈપણ વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.’ મંત્રાલયના આ નિર્ણયથી કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો અને સૈનિક શાળાઓ સહિત 3000થી વધુ કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓને અસર થશે.
જાણો શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે
શિક્ષણ મંત્રાલયના સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ પરિણામોમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે બાળકોની શીખવાની ક્ષમતામાં ઘટાડો રોકવા માટે આ પગલું જરૂરી માનવામાં આવે છે, કારણ કે આ વર્ગો મૂળભૂત શિક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ નવી નીતિ સાથે, વિદ્યાર્થી (Sutdent)ઓ અને શિક્ષકો બંનેને અભ્યાસ પ્રત્યે વધુ જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube