KalTak 24 News
રાષ્ટ્રીય

કળયુગની મીરાબાઈઃદુલ્હનએ ‘ઠાકુરજી’ સાથે સાત ફેરા ફર્યા,માંગમાં સિંદૂરને બદલે ભર્યું ચંદન

kalyug ni mirabai

ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં હાલમાં એક રશિયન યુવતીએ માંગલિક દોષના નિવારણ માટે ઝાડ સાથે લગ્ન કર્યાં હતાં. ત્યારે હાલ વધુ એક અનોખા લગ્ન ચર્ચામાં આવ્યાં છે. કૃષ્ણ ભક્તિમાં લીન પૂજા સિંહ નામની એક યુવતીએ ‘ઠાકોરજી’ સાથે લગ્ન કરી લીધાં. આ અનોખા લગ્નમાં સાક્ષી તરીકે 300 જાનૈયાઓ પણ હાજર હતા. જેમની હાજરીમાં મંત્રોચ્ચાર અને મંગલ ગીત વચ્ચે પૂજાએ ઠાકોરી સાથે સાત ફેરા ફર્યાં અને ચંદનથી પોતાનો સેથો પૂર્યો. પિતા હાજર ન રહેતાં લગ્નની તમામ વિધિ તેમની માતાએ પૂરી કરી હતી.

ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે લગ્ન કર્યા

જયપુરના ગોવિંદગઢના નરસિંહપુરા ગામમાં રહેતી પૂજા સિંહના લગ્ન 8 ડિસેમ્બરે ભગવાન વિષ્ણુની મૂર્તિ સાથે થયા હતા. આખા જયપુરમાં આ અનોખા લગ્નની ખૂબ જ ચર્ચા છે. પૂજાએ ભગવાન વિષ્ણુને પોતાનો વર બનાવીને બધાને ચોંકાવી દીધા. પોલિટિકલ સાયન્સમાં એમએ કરીને પૂજાના લગ્નમાં હળદર, મહેંદીથી લઈને સંગીત સુધીની તમામ વિધિઓ કરવામાં આવી હતી. ગણેશ પૂજા પણ કરવામાં આવી હતી અને વરના વેશમાં સજ્જ ભગવાન વિષ્ણુની મૂર્તિને શોભાયાત્રા સાથે પૂજા સિંહના ઘરે લાવવામાં આવી હતી. સંપૂર્ણ વિધિ સાથે, પંડિતે મંત્રોના જાપ સાથે સાત ફેરા પણ કરાવ્યા.

12 3

અનોખા લગ્ન રાજસ્થાનની રાજધાની જયપુર નજીક ગોવિંદગઢ ક્ષેત્રના ગામ નરસિંહપુરામાં સંપન્ન થઈ હતી. પોલિટિકલ સાયન્સમાં MA કરેલી 30 વર્ષની પૂજાએ ભગવાન કૃષ્ણ એટલે કે ઠાકોરજીને એ રીતે જ પોતાના સર્વસ્વ માની લીધા, જે રીતે મીરાં બાઈએ ભગવાન કૃષ્ણને પોતાને સમર્પિત કરી દીધાં હતાં.

7 7

હવે આજીવન રહેશે સૌભાગ્યવતી
મધ્યપ્રદેશમાં સિક્યોરિટી એજન્સીના સંચાલક પોતાની દીકરી પૂજાનાં લગ્નને લઈને ઘણાં જ ઉત્સાહિત હતા. તેમનું કહેવું છે કે હવે તે આજીવન સૌભાગ્યવતી રહેશે. નાનપણમાં જ્યારે પરિવારમાં દંપતી વચ્ચે ઝઘડાં જોતી ત્યારે જ તેને નક્કી કરી લીધું હતું કે તે કોઈ યુવક સાથે લગ્ન નહીં કરે. તેને ઠાકોરજી સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. તે હવી જ ખુશ છે. વિવાહ પછી પૂજા પોતાના રૂમમાં એક નાનકડું મંદિર બનાવીને ઠાકોરજીની પ્રતિમાની સેવા અને પૂજા કરે છે. પોતાના હાથથી ભોગ બનાવીને રોજ ખવડાવે છે અને સમય મળતાં જ તેમના માટે વાઘા પણ બનાવે છે.

9 8

પિતાજી રાજી ન હતા, માતા માની ગયાં
પૂજા કહે છે કે તેના નિર્ણયને લઈને પિતા રાજી થયા ન હતા, પરંતુ માતા માની ગયાં હતાં. ગત 8 ડિસેમ્બરે તેની માતાએ જ તેના લગ્નની તમામ વિધિ પૂરી કરી અને લગ્નની વિધિ સંપન્ન કરાવી હતી. લગ્નમાં મહેંદીથી લઈને વરમાળા, કન્યાદાન અને વિદાઈની તમામ વિધિ પૂરી કરી હતી. પૂજા દુલ્હનની જેમ જ તૈયાર થઈ. લગ્નમાં પિતા સામેલ ન થયાં તો તેમની જગ્યાએ તલવાર રાખી હતી. તેમનું કહેવું છે કે રાજપૂત સમાજમાં તલવારને પ્રતિનિધિ તરીકે રાખવાની પરંપરા છે.

માતાએ કન્યાદાન કર્યું

પૂજાના આ અનોખા લગ્ન વિશે સાંભળીને તેના પિતા પ્રેમ સિંહ ગુસ્સે થઈ ગયા પરંતુ માતા રતન કંવર તેના માટે રાજી થઈ ગયા. પૂજાની માતાએ લગ્નની તમામ વિધિઓ એકલા હાથે કરી હતી, એટલું જ નહીં તેણે કન્યાદાન પણ કર્યું હતું. તે જ સમયે, લગ્નમાં તેમના પિતાની જગ્યાએ તેમની તલવાર રાખવામાં આવી હતી. માતા રતન કંવરે પુત્રીના નિર્ણયનું સન્માન કર્યું અને પુત્રીના લગ્ન ઠાકુરજી સાથે કરાવ્યા. લગ્નમાં લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ લગ્ન અંગે પંડિત રાકેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વિષ્ણુ મૂર્તિ વિવાહ પ્રાચીન સમયથી પ્રચલિત છે. આ પ્રથા વર્ષોથી સમયાંતરે ચાલી રહી છે અને જ્યાં સુધી બ્રહ્માંડ અસ્તિત્વમાં છે ત્યાં સુધી ચાલુ રહેશે. પંડિત રાકેશ શાસ્ત્રીએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ પોતાની જાતને ભગવાનને સમર્પિત કરી દે અને તેને પોતાનું સર્વસ્વ માની લે તો તે ભગવાન સાથે લગ્ન કરી શકે છે.

8 7

નાનીના ઘરમાં તુલસી વિવાહ જોઈને ઠાકોરજી સાથે લગ્ન કરવાનું મન બનાવ્યું હતું
પૂજા જણાવે છે કે તેને પોતાના નાનાની ઘરે તુલસી વિવાહ જોયાં હતાં. તે દરમિયાન તેને નક્કી કરી લીધું કે તે ભગવાન શ્રીકૃષ્ણના રૂપ ઠાકોરજી સાથે લગ્ન કરશે. તે પહેલેથી જ ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પિત હતી. આ અંગે પરિવારના એક પંડિત પાસેથી જાણકારી મેળવી અને તેમને સહમતિ પણ આપી હતી. જે બાદ તેને પોતાના માતા-પિતાને મનાવવાના પ્રયાસ કર્યા. પિતા આ વાત જાણીને નારાજ થઈ ગયા પરંતુ માતા માની ગયાં. નારાજગીને કારણે પિતા તેના લગ્નમાં સામેલ ન થયા. તેના લગ્નને લઈને ઘણાં લોકોએ પૂજાની પ્રશંસા કરી તો કેટલાંકે મજાક પણ ઉડાવી પરંતુ તે પોતાના નિર્ણયથી ઘણી જ ખુશ છે. હવે પરમેશ્વર જ તેના પતિ છે.

10 4

હવે કોઈ યુવક સાથે લગ્ન નહીં કરે
પૂજા જણાવે છે કે હવે તે કોઈ યુવક સાથે લગ્ન નહીં કરે. તે જણાવે છે કે તેના માટે માંગા આવતા હતા પરંતુ તેનું મન નહોતું માનતું. નાનપણથી જ જોયું કે નાની નાની વાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડાં થતા હતા, વિવાદોમાં તેમના જીવન ખરાબ થઈ જતા હતા અને તેમાં પણ મહિલાઓની સ્થિતિ ઘણી ખરાબ થતી હતી. આ વાતને લઈને તેને મનમાં જ વિચારી લીધું હતું કે તે કોઈ યુવક સાથે ક્યારેય લગ્ન નહીં કરે.

 

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related posts

‘રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નહીં થાય લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી’,જાણો શું છે કારણ?

KalTak24 News Team

ગુજરાત સુધી લંબાયા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસનાં તાર, શૂટર સંતોષ જાધવને પોલીસે દબોચી લીધો

KalTak24 News Team

MP Politics: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જાહેર કર્યો પહેલો આદેશ,જાણો શું આપ્યો આદેશ?

KalTak24 News Team