Kharek Decoration Sarangpur Hanumanji Mandir Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 29-06-2024ને શનિવારે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
1100 કિલો ખારેકનો શણગાર
શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 1100 કિલો ખારેકનો પ્રસાદનો પણ ધરાવવામાં આવ્યો છે. આ સાથે જ દાદાને લાલ-પીળા ખારેકનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.
આજે દાદાના સિંહાસને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શનિવાર નિમિત્તે દાદાને કચ્છથી મંગાવેલી 1100 કિલો લાલ-પીળી ખારેકનો શણગાર કરાયો છે. આ શણગાર કરતા 6 સંત, પાર્ષદ અને ભક્તોને 6 કલાકનો સમય લાગ્યો હતો. આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube