PM Modi Visit Assam: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આસામના પ્રવાસે છે. આજે તેઓ પોતાના પ્રવાસના બીજા દિવસે વહેલી સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા. જ્યાં તેમને હાથી પર બેસીને કરી જંગલ સફારી કરી છે.
પીએમ મોદીની કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાતને્ લઈને એક અધિકારીએ જણાવ્યું કે, પીએમ મોદી શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ પહોંચ્યા. અહીંયા તેમને હાથી અને જીપની સવારી કરી. પીએમ મોદી પાર્કના સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ ક્ષેત્રમાં હાથીની સવારી કરી.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. pic.twitter.com/y24ZqO4jJt
— ANI (@ANI) March 9, 2024
કાઝીરંગા નેશનલ પાર્કની વિશેષતા શું છે?
કાઝીરંગા નેશનલ પાર્ક 430 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને તેમાં વિવિધ જાતિના 1000 થી વધુ પ્રાણીઓ રહે છે. પરંતુ અહીંની વિશેષતા એક શિંગડાવાળો ગેંડા છે. સરકારી આંકડાઓ અનુસાર, આ પાર્કમાં 2200 થી વધુ એક શિંગડાવાળા ગેંડા છે.
આ પાર્ક 180 થી વધુ બંગાળ વાઘનું ઘર પણ છે. પીએમ મોદી શુક્રવારે જ કાઝીરંગા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી કાઝીરંગા ગેસ્ટ હાઉસ સુધીના પ્રવાસ દરમિયાન પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે રસ્તાની બંને બાજુ લોકો એકઠા થઈ ગયા હતા. ગેસ્ટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યા બાદ પીએમ હવે કાઝીરંગા નેશનલ પાર્ક જવા રવાના થયા છે.
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે મહત્ત્વપૂર્ણ માહિતી
- આ પાર્કની કલ્પના 1904માં લોર્ડ કર્ઝનની પત્નીએ કરી હતી.
- 1 જૂન 1905ના રોજ પ્રથમ વખત આરક્ષિત જંગલ બનાવવામાં આવ્યું હતું.
- આ પાર્ક 430 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે
- અહીં 2200 થી વધુ એક શિંગડાવાળા ગેંડા છે
- 1908 માં ગોલાઘાટ અને નાગાંવ જિલ્લાઓને મર્જ કરીને રચવામાં આવી હતી.
- યુનેસ્કોએ તેને 1985માં વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું હતું
- કાઝીરંગાને 2006માં વાઘ અનામત જાહેર કરવામાં આવ્યું હતું.
- આ પાર્ક નવેમ્બરથી એપ્રિલ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે.
- આ પાર્ક 1 મે થી 31 ઓક્ટોબર સુધી બંધ છે
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેટલા પ્રાણીઓ છે?
- શિંગડાવાળા યુનિકોર્ન – 2200
- બંગાળ વાઘ- 118
- હાથી-1940
- જંગલી ભેંસ – 1666
- હરણ- 468
- ગૌર- 1300
કાઝીરંગા પછી હવે પછીનો કાર્યક્રમ શું છે?
કાઝીરંગા પછી, પીએમ મોદીનું પહેલું સ્ટોપ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં છે, જ્યાં પીએમ ‘ડેવલપ ઈન્ડિયા ડેવલપ નોર્થ ઈસ્ટ’ કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી આજે તવાંગને જોડતી સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ અરુણાચલ પ્રદેશમાંથી રૂ. 10,000 કરોડની ઉન્નતિ યોજના પણ શરૂ કરશે. પીએમ મોદી નોર્થ ઈસ્ટના 6 રાજ્યો માટે 55,600 કરોડ રૂપિયાની યોજનાઓ લોન્ચ કરશે. આ યોજનાઓ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ માટે બનાવવામાં આવી છે.
આસામને કરોડો રૂપિયાની ભેટ આપશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂ. 768 કરોડના ખર્ચે ડિગબોઇ રિફાઇનરીના 0.65 મિલિયન મેટ્રિક ટનથી 1 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે ગુવાહાટીમાં IOCLના બેથકુચી ટર્મિનલનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે અને રૂ. 510 કરોડના ખર્ચે ગુવાહાટી રિફાઇનરીના 1 મિલિયન મેટ્રિક ટનથી 1.2 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરણ માટે શિલાન્યાસ કરશે. પીએમ મોદી બરૌનીથી ગુવાહાટી સુધીના 3.992 કરોડ રૂપિયાના પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
પીએમ મોદી PM-ડિવાઇન યોજના હેઠળ તિનસુકિયા મેડિકલ કોલેજનું ઉદ્ધાટન કરશે અને શિવસાગર મેડિકલ કોલેજનો શિવાન્યાસ અને બી. બરુઆ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ગુવાહાટીમાં ચાઈલ્ડ કેર યુનિટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન જોરહાટના મેલેંગ મેટેલી પોથારથી શિવસાગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.આ ઉપરાંત મોદી ધૂપધરાથી છાયગાંવ અને ન્યૂ બોંગાઈગાંવથી સરભોગ સુધીની રેલ લાઈનોને બમણી કરવાના બે રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. મોદી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 5 લાખ 50 હજાર આવાસ એકમોના હાઉસ વોર્મિંગ સમારોહમાં પણ હાજરી આપશે.
અરુણાચલ પ્રદેશમાં કાર્યક્રમ પછી આગળ શું?
અરુણાચલ બાદ પીએમ મોદી ફરી એકવાર આસામ પરત ફરશે, જ્યાં જોરહાટમાં પીએમની રેલી યોજાશે. આ દરમિયાન પીએમ અહોમ જનરલ લચિત બોરફૂકનની પ્રતિમાનું અનાવરણ કરશે, જેમણે મુઘલો સામે લડત આપી હતી. આ ઉપરાંત તેઓ આસામને 17,500 કરોડ રૂપિયાની યોજનાઓ ભેટમાં આપશે.
પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં પણ કાર્યક્રમ
પીએમ મોદીનો આજે ત્રીજો કાર્યક્રમ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં છે. આ રેલીને સફળ બનાવવા માટે ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર બંગાળ ભાજપનો ગઢ માનવામાં આવે છે. વડાપ્રધાન આ રેલી દ્વારા ઉત્તર બંગાળની આઠ લોકસભા બેઠકોના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.
વારાણસી, યુપીનો સાંજે પ્રવાસ
ત્રણ રાજ્યોની મુલાકાત બાદ પીએમ મોદી સાંજે લગભગ 7 વાગે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. ત્રીજી વખત ઉમેદવારી પત્રની જાહેરાત બાદ પીએમ પ્રથમ વખત કાશી પહોંચી રહ્યા છે. પીએમ મોદી આજે કાશી વિશ્વનાથની મુલાકાત લેશે અને પૂજા કરશે, પરંતુ તે પહેલા એરપોર્ટથી મંદિર સુધીના રૂટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.
સમગ્ર રૂટ પર 38 પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે અને તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવશે. આ દરમિયાન ઢોલ-નગારા અને ડમરુ વડે પીએમનું સ્વાગત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. કાશી વિશ્વનાથની મુલાકાત લીધા બાદ પીએમ મોદી સ્થાનિક બીજેપી નેતાઓ સાથે બેઠક કરશે અને ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. PM મોદી આજે રાત્રે કાશીમાં રહેશે, આવતીકાલે એટલે કે 10 માર્ચે PM આઝમગઢ જવા રવાના થશે.
-
સુરત/અમરોલી બ્રીજ પરથી કુદીને આપઘાત કરવા જઈ રહી હતી યુવતી,કૂદે એ પહેલાં જ TRB જવાને બચાવી લીધી,VIDEO
-
જૂનાગઢ/ આ છે ભવનાથ તળેટીમાં આવેલી પૌરાણિક ફરવા જેવી જગ્યાઓ,જોઈ લો આખું લિસ્ટ
-
આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા,4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube