PM Modi Oath Ceremony Viral Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પોતાના ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા. આ દરમિયાન તેમની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા,લગભગ 6 હજારથી વધુ મહેમાનો જેના સાક્ષી બન્યા હતા.ત્યારે આ શપથ સમારંભનો એક વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક 12 સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં શપથ લઈને સાઈન કરતા મંત્રી દુર્ગાદાસ ઉઇકે જોવા મળી રહ્યાં છે. ત્યારે તેમની પાછળ સીડીઓ ઉપરથી એક જંગલી જાનવર પસાર થતું દેખાય છે. હજુ સુધી તે સ્પષ્ટ નથી કે તે કયું જંગલી જાનવર છે પરંતુ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે દીપડો હોઈ શકે છે.
જો આ જાનવર દીપડો જ હતો તો તે વાત સુરક્ષાને લઈને ભારે ચિંતાની વાત છે. જો બીજી તરફ એક રાહતવાળી વાત એ પણ છે કે તે મંચ તરફ આગળ ન વધ્યું કે ન તો મહેમાનોની ભીડ તરફ પસાર થયું. આ વીડિયોને લઈને લોકો ચર્ચા કરી રહ્યાં છે કે અંતે કયું જાનવર છે, જે આમ ખુલ્લેઆમ ફરી રહ્યું છે અને સહજતાથી રાષ્ટ્રપતિ ભવનમાં આટલા મહત્વના પ્રસંગે આંટા મારી રહ્યું છે.
Is that a wild animal in the background, strolling in the Rashtrapati Bhawan? pic.twitter.com/OPIHm40RhV
— We, the people of India (@India_Policy) June 10, 2024
જાનવરની આકૃતિ જોતા એવું અનુમાન લગાવામાં આવે છે કે શક્ય છે કે તે દીપડો જ હતો. તો કેટલાંક લોકોનું કહેવું છે કે લગભગ તે કોઈ પાળતૂ જાનવર હશે. જો કે હજુ સુધી તે વાતની પુષ્ટિ નથી થઈ કે તે કયું જાનવર હતું. સોશિયલ મીડિયા પર કેટલાંક લોકોએ આ વીડિયોની પ્રમાણિકતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. જો કે જ્યારે અમે શપથ સમારંભના પ્રસારણવાળો ડીડી નેશનલ નેશનલનો આખો વીડિયો યૂટ્યૂબ પર જોયો તો આ વાત સાચી નીકળી.
શપથ ગ્રહણ સમારંભને કવરેજમાં પણ વીડિયો જોઈ શકાય છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાંક યૂઝર્સે તેણે લઈને સવાલ પણ પૂછ્યા છે કે શું રાષ્ટ્રપતિ ભવનમાં જંગલી જાનવર આ રીતે ખુલ્લેઆમ ફરે છે. અંતે સુરક્ષાકર્મી કયાં છે અને શું કરી રહ્યાં છે. કંટ્રોલ રુમના સુરક્ષાકર્મી કયાં છે અને શું તે સમયે CCTV કેમેરા પર ધ્યાન અપાતું ન હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube