Viral Video
Trending

હેલાંગમાં પર્વત પર ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી,રૂંવાડા ઊભા કરી દેતો VIDEO સામે આવ્યો

  • ભૂસ્ખલન થતાં બદ્રીનાથ યાત્રા અટકી
  • શ્રદ્ધાળુઓ રસ્તામાં જ ફસાઈ ગયા
  • હાઈવે પર પડતો કાટમાળનો વીડિયો ભયાનક છે

Badrinath: બદ્રીનાથ હાઈવે પર હેલંગમાં પહાડ પરથી પથ્થરો પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. આ પછી પ્રશાસને બદ્રીનાથ યાત્રા રોકી દીધી છે. હાઈવે પર પડતો પથ્થરોનો વીડિયો ભયાનક છે. પોલીસે બદ્રીનાથ જઈ રહેલા તીર્થયાત્રીઓને ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસુમાં બેરિયરો મૂકીને સાવચેતી રૂપે પોતપોતાના સ્થળોએ રોકાઈ જવા માટે જણાવ્યું છે.

પહાડના કાટમાળને લીધે હાઇવે બંધ

બદ્રીનાથ હાઈવે પર પહાડ તૂટી પડવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. પહાડના કાટમાળના કારણે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. હાઈવે બંધ થયા બાદ ઘણી જગ્યાએ મુસાફરી અટવાઈ ગયા છે. સૂત્રોનું માનીએ તો હજારો મુસાફરો રસ્તામાં ફસાયેલા છે. પ્રશાસને આ અંગે માહિતી આપી છે. સીઓ કર્ણપ્રયાગ અમિત કુમારે જણાવ્યું કે, “હેલાંગમાં બદ્રીનાથ રોડ ખુલ્યા બાદ મુસાફરોને જવા દેવામાં આવશે. ટ્રાફિક સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ છે, પોલીસે આ નિર્ણય લીધો છે.”

વીડિયો જોઈ રુંવાડા ઊભા થઈ જશે

બદ્રીનાથ નેશનલ હાઈવે પર હેલાંગની તસવીરો પણ સામે આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આખો પથ્થર તૂટીને હાઈવે પર પડ્યો છે. ખડક પડવાનો વીડિયો ભયાનક છે. વીડિયોમાં ખડક તૂટવાના ફૂટેજ રૂવાંડા ઊભા કરી દે તેવા છે. વીડિયોમાં ઘટના સ્થળે લોકોના બૂમો પાડવાનો અવાજ પણ સંભળાય છે. વીડિયોમાં લોકો ઘટના સ્થળે અહીંથી ત્યાં સુધી દોડતા જોવા મળે છે. ડુંગર તૂટવાનું ભયાનક દ્રશ્ય જોઈ લોકો ભયભીત થઈ ગયા હતા.

જ્યાં આ ખડક પડી છે ત્યાં મુસાફરોના અનેક વાહનો પણ વીડિયોમાં દેખાઈ રહ્યા છે. જોકે આ વાહનો અને મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર મોટી દુર્ઘટના ટળી છે. યાત્રામાં ફસાયેલા ભક્તોએ જણાવ્યું હતું કે, “ભગવાન બદ્રી વિશાલની કૃપા તેમના ભક્તો પર છે. કોઈ અપ્રિય ઘટનાથી બચી ગયા. જે ​​રીતે પહાડ તૂટ્યો તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. હજારો મુસાફરો આસપાસથી પસાર થઈ રહ્યા હતા.”

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button