Viral Video
Trending

કાચબાને ખાવા લાગ્યો મગર,તાકાત લગાવી છતાં ના તૂટયું કવચ,જુઓ વીડિયો

Crocodile vs Turtle Video: સોશિયલ મીડિયાની દુનિયા આશ્ચર્યજનક બાબતોથી ભરેલી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું જોવા મળશે તે વિશે કંઈ કહી શકાય નહીં. પરંતુ અહીં જંગલી પ્રાણીઓ વચ્ચેની લડાઈના વીડિયો(Video) સૌથી વધુ અપલોડ કરવામાં આવે છે. તેમાંના કેટલાક આવતાની સાથે જ વાયરલ(Viral) થઈ જાય છે અને લાંબા સમય સુધી જોવામાં આવે છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક કાચબા(Turtle) સાથે સંબંધિત છે જેના પર એક વિશાળ મગર(Crocodile)દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને કાચબો મગરના જડબામાં ફસાઈ જાય છે. પરંતુ થોડીક સેકન્ડ બાદ એવો નજારો જોવા મળ્યો જે જોઈને તમે વિશ્વાસ નહી કરી શકો.

મગરે કાચબાને જડબામાં દબાવ્યો
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મગર કાચબાને સરળ શિકાર માનીને તેના જડબામાં પકડી લે છે. તે તેના મજબૂત દાંત વડે કાચબાના ઉપરના શેલ (કેરાપેસ)ને તોડવાનો પ્રયાસ કરે છે. શરૂઆતમાં એવું લાગે છે કે મગર તેના શિકારનું રક્ષણ કવચ તોડી નાખશે. પરંતુ ઘણી મહેનત પછી પણ તેને તેમાં સફળતા મળતી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો મગર કાચબાના મજબૂત શેલને તોડવા માટે ઘણી વખત પ્રયાસ કરે છે પરંતુ સફળ થઈ શકતો નથી. અંતે થાકીને હારીને મગરે કાચબાને છોડી દેવો પડે છે. અને કાચબો પણ હરખાઈને ધીમા પગે તળાવ તરફ જતો રહે છે

 

View this post on Instagram

 

A post shared by Ocean Life (@oceanlife.4u)

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

કાચબા અને મગરનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને નેટીઝન્સે ઘણો પસંદ કર્યો છે અને ખૂબ જ ટિપ્પણીઓ કરી રહ્યા છે. આવા જ એક યુઝરે લખ્યું, ‘કાચબાના છીપને તોડવું એટલું સરળ નથી.’ તો બીજાએ કોમેન્ટમાં લખ્યું હતું કે, ‘બિચારા મગરને અંતે હાર સ્વીકારવી પડી.’

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button