March 25, 2025
KalTak 24 News
Gujarat

સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલમાં થાઇ ગર્લ લાવ્યો, ઝગડો થતા યુવતીને લાફો મારતા હોબાળો મચ્યો, તપાસના આદેશ

Thai Girl In Surat Medical College: સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.એક માહિતી અનુસાર એક રેસિડન્ટ ડોક્ટરે સેટર ડે નાઈટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. સેટરડે નાઈટ મનાવવા બોલાવેલી થાઈ ગર્લ સાથે કોઈ બાબતે તબીબની માથાકૂટ થતાં લાફો ઝીંક્યો હતો. અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ (Thai girl) રૂમમાંથી બહાર આવતા ભારે હંગામો મચી ગયો હતો. આ મામલે સ્મીમેર હોસ્પિટલના ડીન દ્વારા તપાસના આદેશ અપાયા છે સાથે વરાછા પોલીસ સુધી પણ આ મામલો પહોંચ્યો હોવાની માહિતી છે.

થાઈ ગર્લ અસ્તવ્યસ્ત હાલતમાં બહાર આવતા ભારે હોબાળો

મળતી માહિતી મુજબ સુરતની (Surat) સ્મીમેર મેડિકલ કોલેજની (SMIMER Hospital & Medical College) હોસ્પિટલમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જ્યાં કેમ્પસમાં જ રેસિડન્ટ ડોક્ટરોની હોસ્ટેલ પણ આવેલી છે.ત્યારે ગત રોજ  શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોય્સ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો. એક રેસિડન્ટ ડોક્ટરે વેસુથી થાઇ ગર્લને હોસ્ટેલમાં બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ચોરી છૂપીથી થાઇ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો.

જો કે, તબીબ અને થાઈ ગર્લ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા રેસિડેન્ટ ડોકટરે યુવતીને (Thai girl) લાફો ઝીંક્યો હતો.જેને પગલે સમસમી ઉઠેલી થાઈ ગર્લ અસ્તવ્યસ્ત કપડામાં જ કેમ્પસમાં ભાગી ગઇ હતી. જેને લઈને ત્યાં હોબાળો મચ્યો હતો. બીજી તરફ આ મામલો પોલીસ મથકે પહોચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે તપાસના પણ આદેશ આપવામાં આવ્યા છે.

તપાસ માટે કમિટીનું ગઠન કરાશે : આસિ. પ્રોફેસર રાજેન્દ્ર જોશી

તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે. આ બાબતની જાણ HoD વિભાગને કરવામાં આવી છે. બહારથી બોલાવવામાં આવેલી મહિલા દોડતી દોડતી સિક્યુરિટી પાસે પહોંચી હતી, જેના CCTV સામે આવ્યા છે. આ ગંભીર પ્રકારની ઘટનાને લઇ મહત્ત્વની મીટિંગ બોલાવવામાં આવશે અને આ મીટિંગમાં કમિટીનું ગઠન કરાશે. કમિટી દ્વારા તપાસ કરી રેસિડેન્ટ તબીબ સહિત જે કોઈ પણ કસૂરવાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, સમગ્ર મામલો વરાછા પોલીસ મથકે (Varachha police) પણ પહોંચ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં સમાધાન કર્યું

સમગ્ર મામલો વરાછા પોલીસ મથક પહોંચ્યો હતો, જેમા લાંબી માથાકૂટના અંતે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન થયું હતું. આ બાદ સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. થાઈ મહિલા મોડી રાત્રે હોસ્પિટલમાં શુ કરતી હતી તે અંગે સવાલ ઉભા થયા. જો ઓર્થોપેડિક વિભાગના તબીબની બેદરકારી હશે તો એક્શન લેવાશે. બે થી ત્રણ ટર્મ માટે ટર્મિનેટ અથવા હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે.

આ ઘટનાને પગલે હોસ્ટેલની બહાર હંગામો મચી ગયો હતો. સ્મીમેર મેડિકલ કોલેજના કેમ્પસમાં મોંઘીદાટ બ્રાન્ડેડ કંપનીની દારૂની બોટલો મળવાના બનાવો છાશવારે બની રહ્યાં છે. સિક્યોરિટી તથા ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે કેમ્પસમાં ખૂણે-ખાંચરે દારૂની બોટલો જોવા મળે છે. જોકે, શરાબની બોટલો અંગે પ્રશાસને ઢીલું વલણ દાખવતા બેફામ બનેલા રેસિડન્ટ ડોક્ટરોએ શનિવારે રાત્રે કરેલી હરકતના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. પાલિકા તંત્ર પણ આ મામલે કડકાઇ દાખવે તે જરૂરી છે. સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં શનિવારે મોડીરાત્રે બનેલી ઘટના ધ્યાને આવી છે. ઘટના અતિગંભીર છે. આ અંગે અધિકારીઓને મૌખિક સૂચના આપી દેવાઇ છે. સોમવારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક એક્શન લેવામાં આવશે.

CCTVમાં હોવા છતાં કાર્યવાહીમાં ઢીલી નીતિ કેમ?

સ્મીમેર મેડીકલ કોલેજની આખી નર્સિંગ કોલોનીની હોસ્ટેલમાં CCTV કેમેરાઓ છે. છતાં પણ રેસીડન્ટ દ્વારા ગોરખ ધંધાના કામના દૃશ્યો સામે આવી રહ્યા છે. હોસ્ટેલમાં લાવવાનો સમગ્ર કાંડ કદાચ CCTVમાં કેદ પણ થઈ ગયો હશે. પરંતુ બે દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર કમિટી બનાવીને તપાસ કર્યા બાદ પગલાં લેવામાં આવશે તેવા નિવેદન આપવામાં આવી રહ્યા છે.

 

 

 

Related posts

સુરતમાં બીજા માળેથી લિફ્ટ તૂટતાં એક યુવાનનું મોત, આઠ ઘાયલ

KalTak24 News Team

ગુજરાત ATSને મળી મોટી સફળતા,અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓને ઝડપાયા

KalTak24 News Team

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેઝ આગામી 28 ઓક્ટોબરે લેશે વડોદરા શહેરની મુલાકાત;એરબસ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં