- રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દુઃખના આ સમયમાં સ્વ.જે.એમ.પઠાણના પરિવારની સાથે છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
Gandhinagar News : દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર બહાદુર અધિકારીને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. અવસાન પામનાર અધિકારીશ્રીના પરિવારજનોને સાંત્વના પાઠવતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, દુઃખના આ સમયમાં રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ તેમની સાથે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર કઠાળા ગામ પાસે ગઈ કાલે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલની ત્રણ ટીમો દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા માટે વોચ પર હતી તે દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ.પઠાણને એક ટ્રેલર ચાલકે અડફેટે લઈ લીધા હતા. આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા શ્રી પઠાણને તાત્કાલિક એસ.એમ.સીની ટીમો સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન તેમને જીવ ગુમાવ્યો હતો.
ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે. આ અકસ્માતમાં દુઃખદ અવસાન પામનાર શ્રી પઠાણના પરિવારમાં માતા- પિતા, પત્ની અને ૧૪ વર્ષીય દીકરી તથા ૭ વર્ષીય દીકરો એમ બે નાના સંતાનો છે. અવસાન પામેલા અધિકારીના પરિવારજનો પ્રત્યે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube