Maharashtra CM News: મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાક્રિષ્નને નવી સરકાર બનાવવા માટે ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસને આમંત્રણ આપ્યું છે. તેઓ ગુરુવારે (5 ડિસેમ્બર) રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર અને બે નાયબ મુખ્ય પ્રધાનો પણ શપથ ગ્રહણ કરશે. ત્યારે આવો જાણીએ શપથ સમારોહમાં કોણ રહેશે હાજર અને કેવી છે તૈયારીઓ.
કડક સુરક્ષા વ્યવસ્થા
શપથ ગ્રહણ સમારોહ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સુરક્ષાની મજબૂત વ્યવસ્થા છે. સાથે જ મહેમાનોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. પીએમ મોદી ઉપરાંત ‘લાડલી બેહન’ યોજનાના 1,000 લાભાર્થીઓને પણ તેમના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
Devendra Fadnavis to take oath as Maharashtra CM today
Read @ANI story | https://t.co/OVpN5zBjGe#DevendraFadnavis #MaharashtraCM pic.twitter.com/Hk7pUtdE67
— ANI Digital (@ani_digital) December 5, 2024
ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે કાર્યકારી સીએમ એકનાથ શિંદે અને એનસીપી નેતા અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત, અન્ય ઘણા મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સમારોહ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. બુધવારે દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી મહારાષ્ટ્ર બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, જેનાથી તેમને ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો થઈ ગયો.
શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનાર મહેમાનોનું લિસ્ટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા
- NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ/નાયબ મુખ્યમંત્રી
- કેન્દ્રીય મંત્રી
- સાધુ-સંતો
- ‘લાડલી બહેના’ યોજનાની 1,000 લાભાર્થી મહિલાઓ
- ખેડૂત લાભાર્થી
- ઉદ્યોગ, મનોરંજન, શિક્ષણ અને સાહિત્ય જગતની જાણીતી હસ્તીઓ
- મહાયુતિના તમામ ઘટક પક્ષો – ભાજપ, શિવસેના અને એનસીપીના કાર્યકરો
#WATCH | Posters of Maharashtra CM-designate Devendra Fadnavis, Shiv Sena chief Eknath Shinde and NCP chief Ajit Pawar cover the area around Azad Maidan in Mumbai. Posters of Prime Minister Narendra Modi and Union Minister-BJP chief JP Nadda also seen.
Devendra Fadnavis will… pic.twitter.com/N5YkhTVIUw
— ANI (@ANI) December 5, 2024
40,000 લોકો ભાગ લેશે
અધિકારીઓએ જણાવ્યું કે ભાજપના 40,000 સમર્થકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ ધર્મના આગેવાનો સહિત 2,000 VVIP માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સુરક્ષા માટે 4,000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) અને ક્વિક રિએક્શન ટીમ (QRT), રાયોટ કંટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા માટે એડવાઈઝરી જારી કરી છે. શપથ ગ્રહણ સમારોહ સાંજે પાંચ વાગ્યે આઝાદ મેદાનમાં શરૂ થશે. આ પહેલા તમામ VIP શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી જશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube