પોલિટિક્સ
Trending

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી,જુઓ લિસ્ટ

  • મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીનો સમાવેશ
  • સોનિયા ગાંધી, અશોક ગેહલોતનો સમાવેશ
  • ભૂપેશ બઘેલ, પ્રિયંકા ગાંધીનો સમાવેશ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનની તારીખોના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે. મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ગયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને આમ આદમી પાર્ટી(AAP) ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે 40 જેટલા સ્ટાર પ્રચારકો નિમ્યા છે. જો કે કોંગ્રેસ પણ પ્રચારમાં પાછી પાની કરવા માગતી નથી જેથી તેણે પણ વિધાનસભાની ચૂંટણી માટે સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે.

કોંગ્રેસે 40 સ્ટાર પ્રચાકોની યાદી કરી જાહેર
વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે સ્ટાર પ્રચાકોની યાદી જાહેર કરી છે. જેમાં મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા,રાહુલ ગાંધી સહિત 40 નેતાઓનો સમાવેશ થાય છે. પ્રિયંકા ગાંધી, દિગ્વિજયસિંહ, સચિન પાયલોટનો સ્ટાર પ્રચારકોમાં સ્થાન આપાયું છે. જે યાદીમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓનું પણ નામ છે. ગુજરાતથી શક્તિસિંહ, જગદીશ ઠાકોર, મેવાણી, અનંત પટેલને સ્થાન અપાયું છે.

આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત,એમપીના પૂરલ સીએમ કમલનાથ, રઘુ શર્મા,છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સહિતના નેતાઓ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં છે.

ચૂંટણીના દિવસે સ્કૂલો-કોલેજો અને સરકારી કચેરીઓ બંધ રહેશે

ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે.  આ દિવસે જે જિલ્લાઓમાં મતદાન હશે તે જિલ્લાઓની સ્કૂલો-કોલેજોથી માંડી સરકારી કચેરીઓ બંધ રહેશે.સ્કૂલો-કોલેજોમાં મતદાન મથક પણ રાખવામા આવે છે જેથી વ્યવસ્થાના ભાગરૃપે તેમજ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે સ્ટેચ્યુટરી જોગવાઈ મુજબ રજા આપવામા આવતી હોય છે. ગુજરાતમાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષીણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન છે ત્યારે આ 89 બેઠકો-મતવિસ્તારો છે ત્યાંના જીલ્લાની તમામ સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓમાંથી માંડી સરકારી કચેરીઓમાં 1 ડિસેમ્બરે જાહેર રજા રહેશે. ઉપરાંત પાંચમી ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન છે.

જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.  5 ડિસેમ્બરે આ જિલ્લાઓની સ્કૂલો-કોલેજો અને શિક્ષણ સંસ્થાઓથી માંડી સરકારી કચેરીઓમાં રજા  રહેશે. શિક્ષકો,અધ્યાપકોથી માંડી વહિવટી કર્મચારીઓ સહિતના મોટા ભાગના સરકારી કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે ઉપરાંત સ્કૂલો-કોલેજોમાં મતદાન મથકો રાખવામા આવે છે અને વધુને વધુ લોકો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણીના દિવસે જાહેર રજા આપવામા આવે છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button