પોલિટિક્સ
Trending

કોંગ્રેસના સી.જે ચાવડા વિધાનસભામાં વિપક્ષ નેતા બની શકે છે,જાણો તેમની રાજકીય સફર

ગાંધીનગર : 2022ની વિધાસભા ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત(Gujarat)માં કોંગ્રેસ(Congress) વિપક્ષ બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. આમ છતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિપક્ષનું ગઠન થશે તેવા સંકેત આપ્યા હતા. હવે કોંગ્રેસ વિપક્ષ નેતા કોણ હશે? તેનુ મનોમંથન કરી રહી છે. અંતે કોંગ્રેસ સિનિયર નેતા અને ધારાસભ્ય સી.જે ચાવડા(C. J. Chavda)ને વિપક્ષ નેતા તરીકેની જાહેરાત કરે તેવી માહિતી સામે આવી રહી છે.

સી જે ચાવડા વહીવટી રીતે કુશળ છે. તેઓ ડે. કલેકટર તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગત વિધાનસભામાં દંડક તરીકેની ફરજ પણ નિભાવી હતી. સી જે ચાવડા સ્વભાવે સરળ છે. જેથી તેઓ તમામને સાથે લઈને ચાલે તેમ છે. અત્યાર સુધીમાં તેઓ કોઈ વિવાદમાં સપડાયા નથી. વિધાનસભાની કામગીરીથી પણ તેઓ વાકેફ છે.

વિપક્ષ તરીકે કોંગ્રેસને ઈચ્છું- સી.આર. પાટીલ
ગુજરાત વિધાનસભા ચૂંટણીના રેકોર્ડ બ્રેક પરિણામો આવ્યા હતા. એ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદમાં નિવેદન કર્યું હતું કે, વિપક્ષ તરીકે પસંદગી કરવાની હોય તો તેઓ વિપક્ષમાં કોંગ્રેસ બેસે તેમ ઈચ્છશે.

ડેપ્યુટી કલેકટરથી ધારાસભ્ય બનેલા સી. જે. ચાવડા કોણ છે?
રાજકારણમાં પ્રવેશતા પહેલાં સી. જે. ચાવડા ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેક્ટર હતા. ગાંધીનગરના દરેક ગામડાઓમાં રોડ, બોર, શાળા, દવાખાના, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઈટ જેવા કેટલાય નાના મોટા કામો કરી ભારે લોકચાહના મેળવી હતી. સી. જે. ચાવડાની કાર્યશૈલી જોઈને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. જે બાદ તેઓએ 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. આમ, એક વહીવટીય અધિકારીની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.

સી.જે ચાવડાની રાજકીય સફર

સી.જે ચાવડાની રાજકીય સફરની વાત કરીએ તો, વર્ષ 2002ની ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના વાડીભાઈ પટેલને 20,025 મતથી હરાવી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના શંભુજી ઠાકોર સામે 3748 મતથી હાર થઈ હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં સી.જે. ચાવડા કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા જેમાં ભાજપના અશોક પટેલ સામે 4774 મતના માર્જીનથી જીત મેળવી હતી.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સીજે ચાવડા ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં 5,57,014 મતાના માર્જીનથી તેમની હાર થઈ હતી.

જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિજાપુર વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા, જ્યાં ભાજપના રમણ પટેલને 7053 મતથી હરાવી ફરીથી ચૂંટાયા છે.

વિધાનસભામાં વિપક્ષ પક્ષ બનાવવા માટે કુલ વિધાનસભા સીટના 10 ટકા સભ્યનું સંખ્યાબળ હોવું જરૂરી છે. જો કે વિધાનસભામાં વિપક્ષ માટે 18 ધારાસભ્ય હોવા જરૂરી છે. કોંગ્રેસ પાસે 17 ધારાસભ્ય છે. આમ છતાં સત્તા પક્ષ લોકશાહી ટકી રહે તે માટે વિપક્ષનું ગઠન થાય તેવી ઈચ્છા ધરાવી છે. આમ વિપક્ષ નેતા કોણ બનશે? તેને લઈને અર્જુન મોઢવાડીયા, શૈલેષ પરમાર અને જીગ્નેશ મેવાનીના નામ પણ ચર્ચામાં હતા

કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીને વિપક્ષ નેતા બનાવે તો શૈલેષ પરમારનું કદ ઓછું થાય તેવી સ્થિતિ છે. આથી જિગ્નેશ મેવાણી વિપક્ષ નેતા બનાવથી કોંગ્રેસ વિવાદમાં સપડાયા. અર્જુન મોઢવાડિયાએ પહેલાથી જ વિપક્ષ નેતા બનવા માટે અસહમતી દર્શાવી છે. આદિવાસીમાં તુષાર ચૌધરી સિનિયર છે, પરંતુ ગત વિધાનસભામાં આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા વિપક્ષ નેતા હતા. જેથી તુષાર ચૌધરીને વિપક્ષ નેતા બનાવી સંભાવના ઓછી છે. આવા સંજોગોમાં સી જે ચાવડા એક માત્ર વિપક્ષ નેતા બનાવ માટે લાયક ઠરે છે. જેથી કોંગ્રેસ સી જે ચાવડાને વિપક્ષ નેતાની જવાબદારી સોંપી શકે છે.

 

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button