Road Accident Near Surat: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે સવારે સુરતમાં અકસ્માત સર્જાયો હતો. શહેરના નેશનલ હાઈવે-48 પર ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કોસંબા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ રોડ નીચે ઉતરી ગઈ હતી. રોડ નીચે ઉતરીને ખાનગી બસ હાઈવેની બાજુમાં કોતરમાં ઘૂસી ગઈ હતી. જોકે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા તેઓએ બસમાં મુસાફરી કરતા તમામા મુસાફરોને બચાવ્યા હતા.
કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ
સુરત નેશનલ હાઇવે 48 પર અકસ્માત સર્જાયો છે જેમાં લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ હતી જેથી બસમાં સવાર 15થી 20 મુસાફરોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં ખસેડાયા છે.
ઝોકું આવતા અકસ્માત
અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બસના પતરાં ચીરીને 40 જેટલા મુસાફરોને સહીસલામત બહાર કાઢ્યા હતા. જોકે આ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને ઝોંકુ જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, એક મહિલા અને એક પુરુષને વધુ ઇજા પહોંચી હતી. કેબિનમાં રહેલા લોકોને પતરાં કાપી અને પહોળાં કરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. એક સોફામાં રહેલી મહિલાના પગમાં અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ તમામ લોકોને 108 દ્વારા તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 26 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. મહિલાની હાલત વધુ ગંભીર છે.
ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે (27 નવેમ્બર) વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. સવારે 5.10 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, 40 માણસોથી ભરેલી માલાણી નામની ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં પડી ગઇ છે, જેથી સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 40 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મુસાફરો ફસાયા
કેટલાક લોકો બસની કેબિનમાં ફસાય ગયા હતા જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાય ગયા હતા. જેના લીધે તમામ 40 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઇ જઇ રહી હતી. ત્યારે સુરતના કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઇવર ભાગી ગયો હોવાની સંભાવના છે.
કેબિનમાં બેસેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા
સબ ફાયર ઓફિસર વિજય ટંડેલે જણાવ્યું હતું કે, વિભાગને કોલ મળ્યા બાદ ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મુસાફરો તમામ સૂતા હતા, તે દરમિયાન જ આ ઘટના બની હતી. કેબિનમાં બેઠેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા હતા. જ્યારે સોફામાં સૂતેલા લોકો પણ ધડાકા સાથે આ ઘટના બનવાના કારણે સોફામાં જ ફસાઈ ગયા હતા. તમામ 40 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.
મોટા વરાછા ફાયર સ્ટેશના સબ ફાયર ઓફિસર ધીરુભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે, હું હાલમાં રજા પર હતો અને આજે ગામથી આવી રહ્યો હતો ત્યારે મેં રસ્તા પર જોયું કે બસને અકસ્માત નડ્યો છે અને રોડની સાઈડમાં ઉતરી ગયી છે. ત્યાં લોકોની બુમાબુમ જોઈ એટલે તાત્કાલિક હું ગાડી સાઈડમાં ઉભી રાખી મદદે જોડાઈ ગયો હતો. બસમાં 30થી 35 લોકો હાજર હતા. જેમાં 10થી 15 લોકોને વધારે વાગ્યું હતું. દરમ્યાન ફાયર વિભાગની ટીમ અહીં આવી પહોંચી હતી અને કેબીનમાં દબાયેલા બે લોકોને પણ બહાર કાઢી લીધા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube