December 12, 2024
KalTak 24 News
Gujaratઅમદાવાદ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાના એક લાખ કાર્યકરો ઉજવશે ભવ્યાતિભવ્ય “કાર્યકર સુવર્ણ મહોત્સવ”,30 દેશોમાંથી એક લાખ કાર્યકરોનું થશે આગમન

karyakar-suvarna-mahotsav-of-baps-organization-will-be-celebrated-at-narendra-modi-stadium-in-ahmedabad-1-lakh-workers-from-30-countries-will-come-kaltak24news
  • BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામા આવશે
  • રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે

BAPS Karyakar Suvarna Mahotsav : આગામી 7 ડિસેમ્બર (શનિવારે) વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ (Karyakar Suvarna Mahotsav)ની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે.2000થી વધુ સ્વયંસેવક પર્ફોર્મર્સના (BAPS Mahotsav) વિરલ સમન્વય દ્વારા થશે એક ઐતિહાસિક પ્રસ્તુતિ આ પ્રસંગે બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજ સહિત અનેક સાધુ-સંતો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

અમદાવાદમાં યોજાશે BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 2 - image

ગુજરાતનાં આદિવાસી ક્ષેત્રોથી લઈને અમેરિકા ખંડ સુધી વિસ્તરેલી BAPS સ્વામિનારાયણ સંસ્થાની, અનેકવિધ સામાજિક કે આધ્યાત્મિક સેવાપ્રવૃત્તિઓની આધારશિલા છે. BAPS સંસ્થાના સમર્પિત કાર્યકરો, નિષ્ઠા, સમર્પણ, ભક્તિ અને સેવાની લગનીથી છલકાતા કાર્યકરો જ્યાં હોય ત્યાં પ્રત્યેક કાર્યમાં એક આગવો પ્રભાવ નીખરી ઊઠે છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા તેનું એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે પણ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. બી.એ.પી.એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગમાં છેલ્લાં બે મહિનાથી આ કાર્યક્રમની તૈયારી ચાલતી હતી.

ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી આ નિઃસ્વાર્થ સેવાની સરવાણી અવિરત વહી રહી છે. સન 1907માં BAPS સ્વામિનારાયણ સંસ્થાની સ્થાપના થયા બાદ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં આ સત્સંગ-કાર્યકરો દ્વારા સેવાની પ્રવૃત્તિઓ અહોરાત્ર ગતિમાન હતી જ, પરંતુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે દીર્ઘદૃષ્ટિથી 1972માં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત્ માળખું સ્થાપિત કર્યું હતું. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી BAPS સંસ્થાના લાખો સ્વયંસેવકો અને એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે.

આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી 2024માં સુરત ખાતે ગૌરવવંતા BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ-મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ દબદબાભેર યોજાયા હતા.

કાર્યકર સુવર્ણ મહોત્સવની પૂર્વતૈયારીઓ

  • છેલ્લા ત્રણ મહિનાથી કુલ 33 જેટલા સેવાવિભાગો અને 10,000 જેટલા સ્વયંસેવકો સેવારત.
  • સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે
  • રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે.
  • આશરે 75,000 જેટલાં કાર્યકરો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે 1 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે.

કાર્યકર સુવર્ણ મહોત્સવ ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ વિષયક

  • એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરો
  • વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરોનું થશે આગમન.
  • 2000થી વધુ પર્ફોર્મર્સ.
  • BAPSના સારંગપુર, રાયસણ અને શાહીબાગ ખાતે છેલ્લાં બે મહિનાઓથી તૈયારી.
  • કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવનાર પ્રોપર્ટીઝને ભારે રિસર્ચ બાદ બનાવવામાં આવી.
  • રાયસણમાં 34 એકરની જગ્યામાં વર્કશોપ ઊભું કરાયું.
  • પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ,
  • ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક નેતાઓ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

રંગારંગ કાર્યક્રમની મુખ્ય થીમ ત્રણ વિભાગમાં અદભૂત પ્રસ્તુતિ દ્વારા વ્યક્ત થશે

  1. બીજ: છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની રજૂઆત આ વિભાગમાં થશે.
  2. વટવૃક્ષ: એક નાના બીજમાંથી વટવૃક્ષ બનેલી આ સ્વયંસેવક-સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ રહેનાર કાર્યકરોની રોમાંચક ગાથાઓ આ વિભાગમાં પ્રસ્તુત થશે.
  3. ફળ: આ કાર્યકરોની નિસ્વાર્થ સેવાઓનાં મીઠાં ફળ સમાજના કરોડો લોકો માણી રહ્યા છે, તેની દિલધડક પ્રસ્તુતિ આ વિભાગમાં માણવા મળશે.

આ પ્રસંગે 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે

આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે.સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે.બીએપીએસ દ્વારા 1972માં કાર્યકર માટેનો અલગ વિભાગ તૈયાર કરાયો હતો,જેની સંખ્યા આજે લાખો કાર્યકરો સુધી પહોંચી છે.કાર્યકરોની આ પ્રથાને 50 વર્ષ પૂર્ણ થતાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઊજવાઈ રહ્યો છે.આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે. સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે. આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે. આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે. ત્રીજી ડિસેમ્બરે સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે. આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.

 

કાર્યકરો બીએપીએસની કરોડરજ્જુ સમાન છે:બ્રહ્યવિહારી સ્વામી

આ અંગે માહિતી આપતા બીએપીએસના બ્રહ્યવિહારી સ્વામીએ માહિતી આપતાં જણાવ્યું કે કાર્યકરો બીએપીએસની કરોડરજ્જુ સમાન છે. ત્યારે તેમનું અભિવાદન કરશે. બીએપીએસ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં એક લાખ જેટલા રજિસ્ટર્ડ કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ કાર્યકરોએ માત્ર બીએસપીએસના ઉત્સવ કે અન્ય પ્રસંગ જ નહી પણ દેશ કે વિદેશમાં આવેલી મોટી આપત્તિમાં રાત દિવસ જોયા વિના સેવા આપી છે, જેથી તેમનું સન્માન કરવાનો આ અવસર છે. આ ઉજવણી આધુનિક ટેકનોલોજીની મદદથી થશે, જેમાં દરેક કાર્યકરોને એલઇડી સ્ટીક અપાઈ છે. આ સ્ટીકની મદદથી તમામ સ્ટેડિયમમાં અલગ અલગ થીમથી પર્ફોમન્સ કરાશે.

અમદાવાદમાં યોજાશે BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 3 - image

10 હજાર કાર્યકરોના ઉતારા માટે બિલ્ડરોએ મકાન ફાળવાયા

બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે એક લાખ કાર્યકરો આવશે. આ પૈકી 10 હજાર જેટલા કાર્યકરોના ઉતારા માટે મોટેરા, ચાંદખેડા અને આસપાસના વિસ્તારમાં બિલ્ડરો અને માલિકોએ તેમના ફ્લેટ અને મકાન ફાળવી આપ્યા છે.

માત્ર પાંચ ટકા પાણીના ઉપયોગથી સ્ટેડિયમ સાફ કરાયું

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બીએસપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી માટે ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજન માટે 15 હજાર સ્વંયસેવકોની ટીમ સતત કામ કરી રહી છે. જેમાં સ્ટેડિયમને ચોખ્ખું રાખવામાં ઓછામાં ઓછું પાણી વપરાય તેનું પણ ધ્યાન રખાયું છે. આ માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો, જેથી કુલ પાણીની સામે પાંચ ટકા પાણીનો ઉપયોગ કરીને સ્ટેડિયમની એક લાખ જેટલી બેઠક સ્વચ્છ કરી દેવાઈ.

અમદાવાદમાં યોજાશે BAPSનો 'કાર્યકર સુવર્ણ મહોત્સવ', 30 દેશોમાંથી આવશે એક લાખ કાર્યકર 4 - image

મહંત સ્વામીના સ્વાગત વખતે પાંખડીઓનો રંગ પણ બદલાઈ જશે

બીએપીએસ ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ની ઉજવણી માટે સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે, ત્યારે ગુલાબની પાંખડીઓ સાથે તૈયાર કરેલા રસ્તા પરથી ખાસ વાહન પસાર થશે. તેમનું વાહન પસાર થાય ત્યારે એક વિશેષ ટેકનોલોજીની મદદથી ગુલાબી પાંખડીઓ ગોલ્ડન રંગમાં પરિવર્તિત થશે.

રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થા

ખાસ ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના ફક્ત રજિસ્ટર્ડ કાર્યકરો માટે જ સ્ટેડિયમની બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. આસ્થા ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકશો.

 

Report: સંસ્કાર સોજીત્રા

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી,સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ;જાણ કર્યા વગર 33 વખત ગયા હતા દુબઇના પ્રવાસે

KalTak24 News Team

BREAKING NEWS: આવતીકાલે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાશે

Sanskar Sojitra

સુરત/ 7માં માળે ફ્લેટમાં બે વર્ષનું એકલું બાળક ફસાયું,ફાયર ટીમે દરવાજો તોડી કર્યું રેસ્ક્યૂ

KalTak24 News Team
Advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News