ગુજરાત
Trending

સુરત/ 7માં માળે ફ્લેટમાં બે વર્ષનું એકલું બાળક ફસાયું,ફાયર ટીમે દરવાજો તોડી કર્યું રેસ્ક્યૂ

Surat News: સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં ઘરમાં રમી રહેલા 2 વર્ષના બાળકે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેતા બાળક રૂમમાં ફસાઈ ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગે દરવાજો તોડીને બાળકને સહી સલામત બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરતના જહાંગીરાબાદ સ્થિત વીર સાવરકર હાઇટ્સમાં આવેલા બિલ્ડીંગમાં સાતમા માળે 2 વર્ષનું બાળક ઘરમાં રમી રહ્યું હતું. આ દરમિયાન બાળકે રમતા રમતા બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. જેને લઈને બાળક અંદર ફસાઈ ગયું હતું. બીજી તરફ પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારે ભારે કોશિશ કરતા સફળતા મળી ન હતી અને બાળક પણ અંદર રડવા લાગ્યું હતું. આ ઘટના બાદ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને ફાયરના સાધનોથી દરવાજાનો લોક તોડી બાળકનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું.

Fire department rescued a two year old child trapped in a room in Surat

બાળકને ઘરના રૂમમા એકલો મુકતા પહેલા સો વખત વિચારવા જેવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં ફ્લેટમાં બે વર્ષના બાળક સાથે ચોંકાવનારી ઘટના બની હતી.જહાંગીરાબાદમાં વીર સાવરકર હાઈટ્સના ફ્લેટ નંબર 702મા બે વર્ષનું બાળક રૂમમાં રમતું હતું. આ વેળાએ રમતા- રમતા બાળકે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો પછી કોઈ કાળે દરવાજો ન ખુલતા પરિજનોના શ્વાસ અધર થઈ ગયા હતા.

રમતા- રમતા બાળકે દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો
પરિવાર ચિંતામાં મુકાયા બાદ ક્ષણિક અફરાતફરીનો માહોલ સર્જાયા બાદ ફાયર સ્ટાફને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમ પોતાના ઓઝારો વડે દરવાજો તોડી બાળકને હેમખેમ બહાર કાઢયો હતો. જેને લઈ પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

સબ ફાયર ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે બાળક રૂમમાં ફસાયો હોવાનો કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે આવી હતી. દરવાજો લોક થઇ જતા બાળક રૂમમાં અંદર ફસાયો હતો. ફાયરની ટીમે ફાયર સાધનો વડે દરવાજો તોડીને બાળકને સહી સલામત બહાર કાઢી લીધો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા