April 11, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા;કોર્ટે રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો

Surat News : સુરત કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે.આજથી 8 વર્ષ અગાઉ શહેરના નાનપુરા ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતી પર ધાર્મિક વિધિના બહાને દુષ્કર્મ આચરવાના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને કોર્ટે ગઈકાલે દોષિત ઠેરવ્યા હતા. જે બાદ દુષ્કર્મના આરોપી જૈન મુનિને આજે કોર્ટે 10 વર્ષની સજા સંભળાવવા સાથે જ રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે.

શું હતી ઘટના?

આજથી આઠ વર્ષ પહેલા સુરતના નાનપુરા ટીમલીયાવાડ સ્થિત દિગંબર જૈન ઉપાશ્રયમા મૂળ મધ્યપ્રદેશની વતની તથા વડોદરામાં રહેતી 19 વર્ષીય શ્રાવિકા યુવતિને પરિવાર સાથે ધાર્મિક વિધિના નામે બોલાવી  દુષ્કર્મ  આચરવાના ગુનામાં અઠવા પોલીસે જેલભેગા કરેલાં આરોપી દિગંબર જૈન મુની શાંતિ સાગરજી મહારાજ ને આજે એડીશનલ સેશન્સ જજ એ. કે. શાહે IPC-376(1) તથા 376(2)(એફ) એમ બંને ગુનામાં આરોપીને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદ અને 50 હજાર દંડ કરવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદ થશે. આ સિવાય પીડિતાને આર્થિક વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

મૂળ મઘ્યપ્રદેશની વતની તથા વડોદરા ખાતે રહેતી 19 વર્ષની ભોગ બનનાર શ્રાવિકા યુવતીએ ગઈ પહેલી ઓક્ટોબર, 2017ના રોજ નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મઘ્યપ્રદેશના ગુનાના વતની 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે (ગીરીરાજ) સજનલાલ શર્મા વિરુદ્ધ અઠવા પોલીસમાં IPC-376 (1), 376(2) (એફ) હેઠળ  ફરિયાદ નોંધાવી હતી. જે  મુજબ માર્ચ -2017થી ફરિયાદી શ્રાવિકા યુવતી તથા તેના પરિવારે  આરોપી શાંતિ સાગરજી ને ગુરુ માન્યા હતા. જે વિશ્વાસનો ફાયદો ઉઠાવીઆરોપી શાંતિસાગરજી મહારાજે  બનાવના દિવસે  શ્રાવિકા તથા તેના  માતા-પિતા તથા ભાઈ સાથે રાત્રે દર્શન કરવા માટે બોલાવ્યા હતા. માતાપિતાને વિધી કરવાના બહાને અલગ રૂમમાં બેસાડીને જાપ જપવા જણાવીને ‘ગમે તે થઈ જાય પણ હું ના કહું ત્યાં સુધી તમારે આ ગોળ ચક્કરમાંથી બહાર આવવાનું નથી’ એમ કહેતા તેમણે જાપ ચાલુ રાખ્યા હતા.

શ્રાવિકા પર ધાર્મિક વિધિના નામે આચર્યું દુષ્કર્મ

આ દરમિયાન જૈન મુનિએ ભાગ બનનાર શ્રાવિકા અને તેના ભાઇને ઇશારો કરી પોતાની સાથે લઇ ગયા બાદ શ્રાવિકાને અન્ય રૂમમાં એકલી લઇ ગયા હતા. જ્યાં જૈન મુનિએ  ‘આજે દિવસ સારો છે  તારે શું જોઈએ છે? પૂછતા પીડિતાએ મારા માતા પિતા અને હું ખુશ રહીએ તેમ જવાબ આપ્યો હતો. જેથી જૈન મુનિએ ભોગ બનનારના શરીર પર હાથ ફેરવીને કપડા કાઢી નાખીને ચટાઈ પર સુઈ જવાનું કહીને ધાક ધમકી આપી હતી કે ‘જરા પણ અવાજ થશે તો તારા મમ્મી પપ્પાને કંઈક થઈ જશે’  બાદમાં ધાર્મિક વિધીના બહાને શ્રાવિકા સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ ધમકી આપી હતી કે, હું જ્યારે જ્યારે  તને બોલાવું ત્યારે તારે આવવું પડશે અને કોઈને આ વાત કહીશ તો તારા માતાપિતા મરી જશે.

ફરિયાદ બાદ દિગંબર જૈનમુનિ શાંતિસાગર મહારાજની અઠવા પોલીસના પીઆઈ કે. કે. ઝાલાએ ધરપકડ કરી હતી. બાદમાં 51 પંચસાક્ષી તથા 62 દસ્તાવેજી પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કર્યુ હતું. આઠ વર્ષથી જેલવાસ ભોગવતા આરોપી જૈનમુનિ સામે કેસની અંતિમ સુનાવણી બાદ શુક્રવારે મોડી સાંજે કોર્ટે આરોપી શાંતિસાગરજી મહારાજને ઈપીકો-376(1) તથા 376 (2) (એફ)ના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતાં અને શનિવારે (5 એપ્રિલ) તેમને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આ ચુકાદા વિશે સરકારી વકીલ નયના સુખડવાળાએ જણાવ્યું કે, પીડિતાને કમ્પોઝિશન સ્કીમ હેઠળ વળતર ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો છે. આરોપીને વધુથી વધુ સજા થાય તે માટે ચુકાદાનો અભ્યાસ કરી હાઇકોર્ટમાં જવાની સરકાર પક્ષની તૈયારી છે. ઉપરાંત આરોપી વર્ષ 2017 થી દુષ્કર્મ કેસમાં જેલવાસ હેઠળ છે. દસ વર્ષની સજા પૈકી આઠ વર્ષ જેટલો સમય આરોપી જેલમાં ભોગવી ચૂક્યો છે. જેથી આરોપીએ બે વર્ષની સજા ભોગવવી પડશે. 

આરોપી 27 વર્ષથી સાધુ જીવન ભોગવી આવ્યો છે, જેથી ઓછી સજા કરવા બચાવ પક્ષ તરફથી દલીલ કરવામાં આવી હતી. જે દલીલનો સરકાર પક્ષ અને ફરિયાદી પક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલો કરી વિરોધ કરવામાં આવ્યો હતી. બંને પક્ષના દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપીને દસ વર્ષની સજાનો હુકમ કર્યો છે.

Input: Gujarat Samachar

 

Advertisement

Advertisement

 

 

 

 

 




 

 

Related posts

અમદાવાદમાં AMCના ડમ્પરે માસૂમનો લીધો જીવ,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team

ELECTION BREAKING : આજે સાંજે ગુજરાત આવશે PM મોદી,આવતીકાલે જાણો ક્યાં મતદાન કરશે

Sanskar Sojitra

સોમનાથ/ રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં