Ind Vs Ban Match: ટેસ્ટ સિરીઝ 2-0થી જીત્યા બાદ ભારતીય ટીમે ટી-20 શ્રેણીમાં બાંગ્લાદેશનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. દશેરાના રોજ યોજાયેલી હૈદરાબાદ T20માં ભારતીય ટીમે આ ફોર્મેટમાં તેનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયાએ 297 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. આ પછી બાંગ્લાદેશી બેટ્સમેનો ખરાબ રીતે ફ્લોપ થયા અને ટીમ 20 ઓવરમાં 164 રન જ બનાવી શકી અને ભારતીય ટીમ 133 રને જીતી ગઈ.ચાલો તેના વિશે જાણીએ…
બાંગ્લાદેશની ભારત સામે કારમી હાર
આ મેચમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમે 297 રન બનાવ્યા હતા. જે ટી20 ઈતિહાસમાં ભારતીય ટીમનો સૌથી મોટો સ્કોર હતો. ટેસ્ટ રમતા દેશોમાં પણ કોઈપણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર હતો. આ મેચમાં ભારત તરફથી કુલ 22 સિક્સર ફટકારવામાં આવી હતી.
ભારતે બનાવ્યો રેકોર્ડ
ભારત માટે સંજુ સેમસન 111 રન, સૂર્યકુમાર યાદવ 75 રન, હાર્દિક પંડ્યા 47 રન, અને રીયાન પરાગ 34 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ T20માં પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ બાંગ્લાદેશે 20 ઓવરમાં માત્ર 164/7 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમ નેપાળ દ્વારા બનાવવામાં આવેલ સૌથી વધુ T20 સ્કોર તોડવાની નજીક હતી. પરંતુ છેલ્લી ઓવરોમાં બેટિંગ કરતી વખતે સતત વિકેટો પડતી રહી. જેના કારણે ભારતીય ટીમ આ લક્ષ્યાંક ચૂકી ગઈ હતી.
Captain @surya_14kumar collects the trophy as #TeamIndia complete a 3⃣-0⃣ T20I series win in Hyderabad 👏👏
Scorecard – https://t.co/ldfcwtIeIa#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/KUBFxEHgcN
— BCCI (@BCCI) October 12, 2024
સંજુના નામે નોંધાયો રેકોર્ડ
T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેણે વર્ષ 2017માં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી. સંજુ સેમસન કોઈપણ T20 ઈન્ટરનેશનલમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકીપર પણ બન્યો છે. એમએસ ધોની અને રિષભ પંત જેવા મજબૂત વિકેટકીપર પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી.
આવો તમને જણાવીએ કે આ મેચમાં ભારતીય ટીમે કયો રેકોર્ડ બનાવ્યો અને કયો રેકોર્ડ ટીમ ચૂકી ગઇ.
Maiden T20I CENTURY for Sanju Samson! 🥳
What an exhilarating knock from the #TeamIndia opener 👏👏
That’s the 2nd Fastest T20I century for India after Rohit Sharma 👌👌
Live – https://t.co/ldfcwtHGSC#INDvBAN | @IamSanjuSamson | @IDFCFIRSTBank pic.twitter.com/OUleJIEfvp
— BCCI (@BCCI) October 12, 2024
T20I માં ભારત માટે સૌથી વધુ જીતનું માર્જિન
- 168 રન vs ન્યુઝીલેન્ડ, અમદાવાદ, 2023
- 143 રન vs આયર્લેન્ડ, ડબલિન, 2018
- 133 રન vs બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
- 106 રન vs દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2023
- 101 રન vs અફઘાનિસ્તાન, દુબઈ, 2022
- 100 રન vs ઝિમ્બાબ્વે, હરારે, 2024
એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I જીત
- 29 – યુગાન્ડા (2023)
- 28 – ભારત (2022)
- 21 – તાંઝાનિયા (2022)
- 21* – ભારત (2024)
- 20 – પાકિસ્તાન (2020)
ભારતમાં T20I માં મેચમાં કુલ સ્કોર
- 472 – AFG vs IRE, દેહરાદૂન, 2019
- 461 – IND vs BAN, હૈદરાબાદ, 2024
- 459 – ENG vs SA, મુંબઈ WS, 2016
- 458 – IND vs SA, ગુવાહાટી, 2022
- 447 – IND vs AUS, ગુવાહાટી, 2023
પુરૂષોની T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 200 થી વધુ રન બનાવનાર ટીમ
- 37 – ભારત
- 36 – સમરસેટ
- 35 – CSK
- 33 – આરસીબી
- 31 – યોર્કશાયર
T20I માં એક કેલેન્ડર વર્ષમાં 200 થી વધુનો સર્વોચ્ચ સ્કોર
- 7 – 2023 માં ભારત
- 7 – 2024 માં જાપાન
- 6 – 2022 માં ઈંગ્લેન્ડ
- 6 – 2022 માં દક્ષિણ આફ્રિકા
- 6 – 2024 માં ભારત
પુરુષોની T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ બાઉન્ડ્રી
- 81 – દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, 2023
- 71 – બલ્ગેરિયા vs સર્બિયા, સોફિયા, 2022
- 70 – ભારત vs બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
- 69 – બલ્ગેરિયા vs સર્બિયા, સોફિયા, 2022
- 68 – દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, જોહાનિસબર્ગ, 2015
T20I ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા
- 26 – નેપાળ vs મોંગોલિયા, હાંગઝોઉ, 2023
- 23 – જાપાન vs ચીન, મોંગ કોક, 2024
- 22 – અફઘાનિસ્તાન vs આયર્લેન્ડ, દેહરાદૂન, 2019
- 22 – વેસ્ટ ઈન્ડિઝ vs દક્ષિણ આફ્રિકા, સેન્ચુરિયન, 2023
- 22 – ભારત vs બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં સૌથી વધુ બાઉન્ડ્રી
- 47 – ભારત Vs બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
- 43 – ચેક રિપબ્લિક vs તુર્કિયે, ઇલ્ફોવ કાઉન્ટી, 2019
- 42 – દક્ષિણ આફ્રિકા Vs વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, 2023
- 42 – ભારત vs શ્રીલંકા, ઇન્દોર, 2017
- 41 – શ્રીલંકા vs કેન્યા, જોહાનિસબર્ગ, 2007
- 41 – અફઘાનિસ્તાન vs આયર્લેન્ડ, દેહરાદૂન, 2019
T20I ટીમનો સર્વોચ્ચ કુલ સ્કોર
- 314/3 – નેપાળ vs મોંગોલિયા, હાંગઝોઉ, 2023
- 297/6 – ભારત vs બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
- 278/3 – અફઘાનિસ્તાન vs આયર્લેન્ડ, દેહરાદૂન, 2019
- 278/4 – ચેક રિપબ્લિક vs તુર્કિયે, ઇલ્ફોવ કાઉન્ટી, 2019
- 268/4 – મલેશિયા vs થાઈલેન્ડ, હેંગઝોઉ, 2023
- 267/3 – ઈંગ્લેન્ડ vs વેસ્ટ ઈન્ડિઝ, તરોબા, 2023
T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પ્રથમ 10 ઓવર પછીનો સર્વોચ્ચ સ્કોર
- 156/3 – ઓસ્ટ્રેલિયા vs સ્કોટલેન્ડ, એડિનબર્ગ, 2024
- 154/4 – એસ્ટોનિયા vs સાયપ્રસ, એપિસ્કોપી, 2024
- 152/1 – ભારત vs બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
- 149/0 – દક્ષિણ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, 2023
- 147/1 – ન્યુઝીલેન્ડ Vs શ્રીલંકા, ઓકલેન્ડ, 2016
T20 ઇન્ટરનેશનલ મેચોમાં ભારત માટે સૌથી વધુ પાવરપ્લે સ્કોર
- 82/1 vs બાંગ્લાદેશ, હૈદરાબાદ, 2024
- 82/2 vs સ્કોટલેન્ડ, દુબઈ, 2021
- 78/2 vs દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ, 2018
- 77/1 vs ઓસ્ટ્રેલિયા, તિરુવનંતપુરમ, 2023
- 77/1 vs શ્રીલંકા, નાગપુર, 2009
ભારત માટે 50 ટી20 વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી
- 24 વર્ષ 37 દિવસ – રવિ બિશ્નોઈ
- 24 વર્ષ 196 દિવસ – અર્શદીપ સિંહ
- 25 વર્ષ 80 દિવસ – જસપ્રીત બુમરાહ
- 28 વર્ષ 237 દિવસ – કુલદીપ યાદવ
- 28 વર્ષ 295 દિવસ – હાર્દિક પંડ્યા
ટી20 ઇનિંગ્સના પ્રથમ બોલ પર વિકેટ ઝડપનારા ભારતીય બોલરો
- ભુવનેશ્વર કુમાર (ત્રણ વખત)
- હાર્દિક પંડ્યા
- અર્શદીપ સિંહ
- મયંક યાદવ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube