December 6, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 176મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હનુમાનજી મંદિર સાળંગપુરધામના સંતો દ્વારા દાદાના ભક્તોને આમંત્રણ

An-invitation-to-Dadas-devotees-by-the-saints-of-Hanumanji-Mandir-Salangpurdham-on-the-occasion-of-the-176th-annual-Patotsav-of-Srikashtabhanjandev-Hanumanji-Maharaj-768x432.jpg

Salangpur Hanumanji Mandir:આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૬ મો વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે ત્યારે પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભ આશીર્વાદથી અને પ.પૂ.ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ. સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ ૫.પૂ.સ.ગુ.કો.શા.શ્રી સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.શ્રી- વડતાલની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૬મો વાર્ષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૦ના આસો વદ-૫, તા.૨૧-૧૦-૨૦૨૪, સોમવારના રોજ ઉજવાશે.

તેમજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા’નું આયોજન તા. ૧૯-૧૦-૨૦૨૪ શનિવાર થી. ૨૧-૧૦-૨૦૨૪, સોમવાર દરમિયાન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજશ્રી એવમ્ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા આપ સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા હાર્દિક આમંત્રણ છે.

 

 

 

 

Related posts

જામનગર/ આઇસ્ક્રીમ બાદ હવે Pizza માંથી વંદો નીકળ્યો,U.S પિઝા સ્ટોરની ચોંકાવનારી ઘટના,વીડિયો વાઇરલ થતાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી

KalTak24 News Team

ગુજરાતનું મોઢેરા બનશે ભારતનું સર્વપ્રથમ સૌર ઊર્જા સંચાલિત ગામ,વીજળીનું બિલ આવશે ઝીરો

KalTak24 News Team

આજનું રાશિફળ/ 23 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,આ 5 રાશિના જાતકોના મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News