સ્પોર્ટ્સ
Trending

Gujarat Titansને IPLમાં ચેમ્પિયન બનાવનાર આ સ્ટાર ખેલાડીએ ફ્રેન્ચાઈઝી છોડી ??

IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સે (Gujarat Titans) 17 સપ્ટેમ્બરે એક મોટી જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. IPL 2022માં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલે (Shubman Gill) ફ્રેન્ચાઈઝીનો સાથ છોડી દીધો છે. તેમણે IPLની પાછલી સીઝનમાં ટીમમાં ચેમ્પિયન બનાવવામાં ઘણીવાર સારી શરૂઆત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે આ સીઝનમાં 400થી વધુ રન બનાવ્યા હતા. જોકે આ મામલે વધુ જાણકારી સામે નથી આવી.

ગુજરાત ટાઈટન્સે આપી જાણકારી
ગુજરાત ટાઈટન્સે(Gujarat Titans) પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને આ મામલે જાણકારી આપી છે. ટ્વીટમાં ફ્રેન્ચાઈઝીએ ગિલ(Shubman Gill)ને ટેગ કરતા લખ્યું, તમારી આ સફર યાદગાર રહી છે. આવનારા ભવિષ્ય માટે તમને શુભકામનાઓ. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સે(Gujarat Titans) શુભમન ગિલ(Shubman Gill)ને IPL 2022 પહેલા જ પ્રી-ઓક્શનમાં હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન સાથે 8 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. ગિલે ફ્રેન્ચાઈઝીના આ ટ્વીટને રિટ્વીટ કર્યું અને તેના પર હાર્ટ ઈમોજી સાથે રિપ્લાય પણ કર્યો.

ગીલને IPL-2022 માટે 8 કરોડમાં સાઈન કરાયો હતો

શુભમન ગિલે(Shubman Gill) તેની IPL કારકિર્દીના પ્રથમ થોડા વર્ષો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે વિતાવ્યા હતા. IPL 2022ની હરાજી પહેલા ગિલને નવી ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ દ્વારા રૂ. 8 કરોડમાં સાઇન કરવામાં આવ્યો હતો. IPL 2022માં તેણે 16 મેચમાં 132.33ના સ્ટ્રાઈક રેટથી 483 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તેણે ચાર અડધી સદી ફટકારી, જેમાં તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ T20 સ્કોર 96 રનનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સ સામેની ફાઈનલ મેચમાં ગીલે 43 બોલનો સામનો કરીને કુલ 45 રન બનાવ્યા હતા.

ગિલનો શાનદાર આંતરરાષ્ટ્રીય રેકોર્ડ

હાલમાં શુભમન ગિલનું ODI ક્રિકેટમાં શાનદાર ફોર્મ જોવા મળી રહ્યું છે. ગિલે વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણે બંનેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ પણ પસંદ કરવામાં આવ્યા હતા. શુભમન ગિલ ભારત માટે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ અને 9 વન-ડે રમી ચૂક્યો છે. ટેસ્ટ મેચોમાં શુભમન ગીલે 30.47ની એવરેજથી 579 રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદી સામેલ છે. જ્યારે ગીલના નામે વન-ડે ઈન્ટરનેશનલમાં 71.28ની એવરેજથી 499 રન નોંધાયેલા છે. ગિલે વન-ડે ઈન્ટરનેશનલમાં 1 સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button