September 8, 2024
KalTak 24 News
Sports

Paris Paralympics: ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં ડબલ ધમાકેદાર શરૂઆત કરી, અવની લેખારાએ ગોલ્ડ મેડલ જ્યારે મોના અગ્રવાલને બ્રોન્ઝ મેડલ જીત્યો

paris-paralympics-2024-avani-lekhara-won-gold-and-mona-agarwal-won-bronze-silver-medal-in-womens-10m-air-rifle-standing-sh1-sports-news
  • પેરિસ પેરાલિમ્પિક્સમાં અવની લેખરાએ 10 મીટર એર રાઈફલમાં જીત્યો ગોલ્ડ
  • ભારતની મોના અગ્રવાલે આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
  • આ બે મેડલ સાથે ભારતનું ખાતું ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ખુલી ગયું છે

Avani Lekhara Wins Gold Medal Paralympics 2024 : Paris Paralympics 2024 માંથી ભારત માટે આજરોજ ડબલ ગુડ ન્યૂઝ આવી છે. આજરોજ ભારતે પેરાલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની અવનિ લેખરાએ શૂટિંગમાં સુવર્ણ પદક મેળવ્યો છે. અવનિ લેખરાએ 10 મીટર એર રાઇફલમાં ભારતની અદભૂત પ્રદર્શન કર્યું છે. તે ઉપરાંત ભારતની જ મોના અગ્રવાલે પણ આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. મોના અગ્રવાલે 10 મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ હસ્તક કર્યો છે.

અવનીએ જીત્યો ગોલ્ડ

અવનીએ ફાઇનલમાં 249.7 પોઇન્ટ મેળવ્યા હતા, જે એક પેરાલિમ્પિક રેકોર્ડ છે. બ્રોન્ઝ મેડલ વિજેતા મોનાએ 228.7 પોઈન્ટ મેળવ્યા હતા. અવનીએ ટોક્યો પેરાલિમ્પિક્સ (2020)માં પણ આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલે કે તેણે પોતાના ટાઇટલનો બચાવ કર્યો છે. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાના લી યુનરીએ સિલ્વર મેડલ જીત્યો હતો. અવનીએ ટોક્યો પેરાલિમ્પિકમાં 50 મીટર રાઈફલ થ્રી પોઝીશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

 

મોના અગ્રવાલ એક સમયે ટોચ પર પહોંચી હતી

ક્વોલિફિકેશન રાઉન્ડમાં અવની લેખા બીજા અને મોના અગ્રવાલ પાંચમા ક્રમે રહી હતી. ફાઈનલમાં શૂટિંગના 2 રાઉન્ડ બાકી હતા, ત્યારે મોના 208.1ના સ્કોર સાથે ટોચ પર હતી. અવની બીજા ક્રમે અને કોરિયન શૂટર ત્રીજા ક્રમે રહી હતી.

avani

છેલ્લાથી બીજા રાઉન્ડમાં કોરિયન શૂટરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને અવની બીજા સ્થાને પહોંચી હતી. જ્યારે મોના ત્રીજા સ્થાને રહીને ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. છેલ્લા રાઉન્ડમાં અવનીએ પેરાલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને 249.7ના સ્કોર સાથે ગોલ્ડ જીત્યો. જ્યારે કોરિયન શૂટર 246.8 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી.

 

 

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા 

PM નરેન્દ્ર મોદીએ અવની લેખારાને પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું, ‘ભારતે પેરાલિમ્પિક્સ 2024માં મેડલનું ખાતું ખોલ્યું. અવની લેખરાને 10M એર રાઈફલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તેણે ઈતિહાસ પણ રચ્યો છે કારણ કે તે 3 પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ છે. તેમનું સમર્પણ ભારતને ગર્વ કરાવે છે. PMએ મોના અગ્રવાલને પણ અભિનંદન પાઠવ્યા.

SH1 શ્રેણી શું છે?

બે વખતની વર્લ્ડ કપ ગોલ્ડ મેડલ વિજેતા મોનાએ તેની પ્રથમ પેરાલિમ્પિકમાં ભાગ લેતાં 623.1નો સ્કોર કર્યો હતો. ત્રણ વર્ષ પહેલા ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અવની દેશની સૌથી વધુ હેડલાઈન મેળવનારી પેરા એથ્લેટ બની હતી. અવની કાર અકસ્માતમાં તેના શરીરના નીચેના ભાગે ગંભીર ઈજા પામ્યા બાદ વ્હીલચેરનો ઉપયોગ કરે છે. શૂટિંગમાં, SH1 કેટેગરીમાં એવા શૂટર્સનો સમાવેશ થાય છે જેમણે તેમના હાથ, નીચેના ધડ, પગની હિલચાલને અસર કરી હોય અથવા તેમના હાથ અથવા પગમાં વિકૃતિ હોય.

 

 

Group 69

 

 

Related posts

IPL 2024/ IPL પહેલા ચેન્નાઈની કેપ્ટનશિપમાં મોટો ફેરફાર, ધોનીની જગ્યાએ આ યુવા ખેલાડીને જવાબદારી સોંપાઈ,આ ખેલાડી બન્યો કેપ્ટન

KalTak24 News Team

ICC ODI World Cup 2023 Schedule/ICC ODI વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર, 8મી ઓક્ટોબરે પહેલી મેચ,જાણો સંપૂર્ણ શેડ્યૂલ

KalTak24 News Team

CRICKET BREAKING : કાયરન પોલાર્ડે રાજીનામુ આપ્યું, પણ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જ જોડાયેલો રહેશે

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી