October 31, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં 50 લાખની કારના માલિકે પસંદગીના નંબર માટે ચૂકવ્યા 9.85 લાખ રૂપિયા,જાણો કયો છે લકી નંબર?

Surat Rto

સુરત(Surat): દરેકના પોતપોતાના અલગ શોખ હોય છે અને તેમાં પણ જ્યારે વાત આવે પોતાના મનપસંદ નંબર(Number) અથવા લકી નંબર(lucky number)ની ત્યારે સુરતીઓ પાછી પાની કરતા નથી. સુરતમાં ઘણા એવા લોકો છે કે જેઓને અલગ અલગ હાઈફાઈ કારનો શોખ છે અને આવા જ હાઈફાઈ કારના શોખીનનો પોતાના મનપસંદ નંબર પણ લેતા હોય છે. સુરતના એક કાર માલિકે 50 લાખની બીએમડબલ્યુ કારના પસંદગીના 0001 નંબર માટે 9.85 લાખ રૂપિયા આરટીઓમાં ચૂકવ્યા હતા.

સુરત આરટીઓની કાર અને ટુ વ્હીલરની નવી સીરીઝ અને પસંદગીના નંબરની હરાજીથી 49. 51 લાખકની આવક થઇ હતી. ઇન્ચાર્જ આરટીઓ અધિકારી આકાશ પટેલે કારની નવી સીરીઝ ખુલ્લી મૂકી હતી નવી સીરીઝમાં કારની પસદગીનો નબર માટે મોટી સંખ્યામાં કાર માલિકોએ ઓનલાઈન અરજી કરી હતી.

ટેક્સ્ટાઈલ- જમીન દલાલી સાથે સંકળાયેલા કારમાલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવી 0001 નંબર મેળવ્યો હતો. બીજી તરફ સુરત આરટીઓની કાર અને ટૂ વ્હીલરની નવી સિરીઝની હરાજી પેટે 49.51 લાખ રૂપિયાની આવક થઈ હતી.

0009 નંબર માટે 3.50 લાખ ચૂકવ્યા
પસંદગીના નંબરો લેવા માટે 530 વાહન માલિકોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાંથી 499 વાહન માલિકોએ નંબર મળ્યા હતા. જેમાં 0001 નંબર લેવા માટે બીએમડબ્લ્યુ કારના માલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા આ ઉપરાંત 0007, 1111 અને 1234 માટે રૂપિયા 40-40 હજાર વાહન માલિકોએ ચૂકવ્યા હતા.

કેટલાક નંબર માટે એક કરતાં વધુ વાહન માલિકોએ ઓનલાઈન અરજી કરતાં સૌથી વધુ બોલી લગાડવારા વાહન માલિકોને નંબર મળ્યો હતો. જેમાં 0001 નંબર લેવા માટે BMWના માલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે 0009 નંબર માટે 3.50 લાખ અને 0099 માટે 3.15 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. લાખો રૂપિયા ચૂકવીને આ વાહન માલિકોએ પોતાનો પસંદગીનો નંબર મેળવ્યો હતો.

આરટીઓમાં વીવીઆઈપી નબર અને પસંદગીની નંબરો માટે હરાજી થતી હોય છે. અથવા ઘણા લોકો મન પસંદ નબર મેળવવા માટે નાણા પણ ચુકવતા હોય છે જેમાં ટેક્સ ટાઈલ અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા એક કાર માલિકે પોતાના પુત્રની જીદ પૂરી કરવા માટે પોતાના પુત્રના મન પસંદ નંબર 0001 માટે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા જયારે અન્ય એક કાર ચાલકે મનપસંદ નંબર 0009 માટે 3.50 લાખ ચૂકવ્યા હતા

કારની નવી RV સીરિઝ ખુલ્લી મૂકી
ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવામાં રાજ્યભરમાં અવ્વલ સુરતીઓ રોજિંદા સરેરાશ 83 જેટલી કાર અને 394 બાઈક ખરીદી રહ્યા છે. દરમિયાન મોંઘીદાટ વ્હીકલ ખરીદવાના શોખીન સુરતીઓ તેના પસંદગીના નંબર માટે લાખો રૂપિયા ખર્ચી નાંખે છે. હાલમાં સુરત આરટીઓ કચેરીના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી આકાશ પટેલે કારની નવી RV સીરિઝ ખુલ્લી મૂકી હતી.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

image

Related posts

વડોદરામાં 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ,જાણો સમગ્ર વિગતો

KalTak24 News Team

દેવભૂમી દ્વારકામાં જગતમંદિર પાસે કાપડની દુકાનમાં ભીષણ આગ,ફાયર વિભાગની બે ટીમ ઘટનાસ્થળે

KalTak24 News Team

સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાનની ધરપકડ,સમગ્ર ઘટનાની ઉચ્ચઅધિકારીઓને સોંપાઈ તપાસ

Sanskar Sojitra
Advertisement