ગુજરાત
Trending

સુરતમાં વકીલ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાનની ધરપકડ,સમગ્ર ઘટનાની ઉચ્ચઅધિકારીઓને સોંપાઈ તપાસ

  • પોલીસે બનાવ અટકાવવાનો પ્રયાસ કર્યો:JCP
  • સરથાણા પોલીસે TRB જવાન વિરુદ્ધ 307 મુજબની ફિરયાદ નોંધી
  • મેહુલ બોઘરા વિરુદ્ધ પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ગતરોજ સુરતમાં હપ્તાખોરીને ઘટનાને ખુલ્લો પાડનાર એડવાકેટ મેહુલ બોઘરા(adv mehul boghara) પર TRB જવાન દ્રારા જીવલેણ હુમલો કરવામાં આવ્યુ હતું એક સાથે 15થી 16 લાકડીના ઘા મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી જેને લઇ સમ્રગ ગુજરાતમાં ઘટનાની ચકચાર મચી જવા પામી છે હુમલાની ઘટનાને લઇ પોલીસે TRB જવાન વિરુદ્ર 307 હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી હાલ કેસની ઉચ્ચઅધિકારીઓ દ્રારા તપાસ ધમધમાટ ચલાવમાં આવી રહ્યો છે.

ગત રોજ સુરતમાં થયેલા વકીલ મેહુલ બોઘરા(adv mehul boghara) ઉપર TRB જવાન દ્વારા હુમલા બાબતે આજરોજ સુરત JCP દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી. જેમાં જોઈન્ટ કમિશ્નર દ્વારા કસુરવારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી.

 

સુરત ટ્રાફિક પોલીસ કમિશનરએ શું કહ્યું

આ અંગે સુરત ટ્રાફિક પોલીસ કમિશનર પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યુ કે 18 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં ટ્રાફિક પોલીસ સુરતના લસકાણા  ખાતે ટ્રાફિક પોલીસ કર્મી અરવિંદ ગામીત,હરેશ અને TRB જવાન સાજન ભરવાડ ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન એડવોકેટ મેહુલ બોઘરા(adv mehul boghara) ફેસબુક લાઇવ કરતા હતા તે દરમિયાન મેહુલ બોધરા અને TRB જવાન વચ્ચે ઘર્ષણ થયુ હતું જયાં TRBએ મેહુલ બોધરા(mehul boghara)ને લાકડીઓ વડે માર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોચી છે જે અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં 307 ,324. રાયોટિંગના ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતા જેમાં મેહુલ બોઘરા વિરુદ્ર પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનવુ , ખેંચતાણ ,બોલાચાલી સહિતના ગુનો નોંધાયો છે આગાઉ પણ સરથાણ પોલીસમાં મેહુલ બોઘરા(mehul boghara) વિરુદ્ર ફરિયાદ નોંધાઇ છે જેમાં 332, એટ્રોસિટી, બળજબરીના ગુના પોલીસે દાખલ કર્યાછે સામ-સામે ફરિયાદ નોંધાઇ છે સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા વિડિયો માટે એન્ડીશનલ ટ્રાફિક પોલીસ શરદ સિંગલને તપાસ સોપાઇ છે જે બનાવ બન્યુ છે તેમાં સાજન ભરવાડના વર્તૂણકમાંથી બરતરફ પણ કરવામાં આવ્યુ છે અને બંને ગુનાની તપાલ ACP કક્ષા અધિકારીઓ દ્રારા કરવામાં આવી રહી છે

ગેરકાયદે પ્રવૃત્તિ સાખી લેવાશે નહીં
પોલીસ પ્રજા વિમુખ કામગીરી કરે છે ત્યારે કોઈ પણ સરકારી ગરમી ગેરકાયદે કામ કરશે તો તેના વિરુદ્ધ પણ કામગીરી થશે અને કરવામાં આવતી હોવાનું જણાવતા પી એલ મલ એ ઉમેર્યું હતું કે આ કેસમાં ટીઆરબી સંકળાયેલો હોવાથી એડિશનલ કમિશનર કક્ષાના અધિકારીની તપાસ સોંપાય છે. ટ્રાફિક બ્રાન્ચના વડા દ્વારા સમગ્ર કેસમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રૂપિયાની માંગ કરાઈ હોવાની વાત
મેહુલ બોઘરા દ્વારા એક મહિના અગાઉ 30 હજારની લાંચની માંગ કરવામાં આવી હતી તે વાત સાજન ભરવાડ દ્વારા કરવામાં આવી છે. હાલ ગુનો દાખલ થયો છે આ વાતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સારવાર બાદ ફરિયાદ લીધી
સાજન ભરવાડની ફરિયાદ તાત્કાલિક લેવામાં આવી જ્યારે મેહુલ બોઘરાની ફરિયાદ લેવામાં મોડું થવા અંગે પોલીસે જણાવ્યું હતું કે સૌપ્રથમ ઇજાગ્રસ્ત મેહુલની સારવાર કરાવવી જરૂરી હતી. ત્યારબાદ તેની ફરિયાદ લેવામાં આવી છે. મોડું થયું હશે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પોલીસ સ્ટેશનનો લોકોએ કોઈ ઘેરાવ ન કર્યો હોવાનું જણાવતા કહ્યું કે લોકો પોતાની રજૂઆત કરવા આવ્યા હતા અને લોકો આવતા હોય છે.

સાદા ડ્રેસમાં ટીઆરબી અંગે તપાસ થશે
મોટાભાગના સવાલોના જવાબમાં તપાસ થશે એમ જણાવતા પીએલ મલ દ્વારા કહેવામાં આવ્યું કે ટીઆરબી જવાન સાદા ડ્રેસમાં હોવા અંગે પણ તપાસ થશે. સાથે જ તેમણે ઉમેર્યું કે વીડિયો ઉતારવો ગુનો નથી પરંતુ તેની તપાસ પછી પગલાં લેવાય છે. પોલીસે હુમલો રોકવા પ્રયાસ કર્યો હતો છતાં તે અંગે પણ તપાસ થશે અને જરૂરી કાર્યવાહી થશે. પોલીસ અગાઉ પણ વાઇરલ વીડિયોના આધારે તપાસ અને કાર્યવાહી કરતી હતી અને આગામી સમયમાં પણ કરતી રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વકીલ મેહુલ બોઘરા(adv mehul boghara) પોલીસ અને TRB ના ટોડ કાંડનો લાઈવ વિડિઓ ઉતારતા હતા તે દરમિયાન TRB જવાન સાજન ભરવાડ દ્વારા મેહુલ બોઘરા(mehul boghara) ઉપર લાકડી વડે જીવલેણ હુમલો કરાયો હતો. જે બાદ હુમલાની ઘટનાને લઈને એડવોકેટ મેહુલ બોઘરા(adv mehul boghara)ના સમર્થકો એ ગઈ કાલે રાત્રે સરથાણા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button