ગુજરાત
Trending

દેવભૂમી દ્વારકામાં જગતમંદિર પાસે કાપડની દુકાનમાં ભીષણ આગ,ફાયર વિભાગની બે ટીમ ઘટનાસ્થળે

  • દ્વારકાધીશ મંદિરની બાજુના મુખ્ય બજારમાં આગનો બનાવ
  • મુખ્ય બજારની બે દુકાનમાં આગ લાગી
  • હેન્ડીક્રાફ્ટ અને ફૂટવેરની દુકાનમાં આગ લાગી

દેવભૂમી દ્વારકાઃ એક તરફ રાજ્યમાં બિપોરજોય વાવાઝાડાનો સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે દ્વારકાના દરિયા કિનારે વાવાઝોડાની અસર  વર્તાઈ રહી છે અને જ્યાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ દ્વારકાધીશ મંદિરની બાજુની મુખ્ય બજારમાં આગ લાગી છે. ત્યારે તાત્કાલિક પોલીસ સહિત ફાયરવિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

 દ્વારકાઃ જગતમંદિર પાસે આવેલી એક ત્રણ માળની દુકાનમાં ભીષણ આગ લાગી છે. ત્યારે તાત્કાલિક પોલીસ સહિત ફાયરવિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા
દ્વારકામાં જગતમંદિર પાસે આવેલી એક ત્રણ માળની કાપડની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની બે ટીમો પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી.આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચારેબાજુ ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.

 દ્વારકાઃ જગતમંદિર પાસે આવેલી એક ત્રણ માળની દુકાનમાં ભીષણ આગ લાગી છે. ત્યારે તાત્કાલિક પોલીસ સહિત ફાયરવિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

બે દુકાનમાં આગ લાગતા ધોડધામ મચી
દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દ્વારકાધીશ મંદિરની બાજુમાં મુખ્ય બજારની બે દુકાનમાં આગ લાગતા ધોડધામ મચી છે, વિગતો મુજબ હેન્ડીક્રાફ્ટ અને ફૂટવેરની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામનો માહોલ સર્જાયો હતો. જે ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ ટીમ દોડતી થઈ હતી અને આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટરની ટીમ કામે લાગી હતી. 

 દ્વારકાઃ જગતમંદિર પાસે આવેલી એક ત્રણ માળની દુકાનમાં ભીષણ આગ લાગી છે. ત્યારે તાત્કાલિક પોલીસ સહિત ફાયરવિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

આસપાસની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ
એક દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસની દુકાનો પણ તેની ચપેટમાં આવી ગઈ હતી. આગને કારણે દુકાનોમાં રહેલો માલ બળીને ખાક થઈ ગયો હતો. આગને કારણે ત્રણેય દુકાનના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. હાલમાં ફાયર વિભાગે આગને કાબુમાં લેવા પ્રયાસો ચાલુ કરી દીધા છે. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. 

 વિકારાળ આગ આસપાસની દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી. જેને કારણે આજુબાજુમાં આવેલી અન્ય ત્રણ જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે જગતમંદિર પાસેની કાપડની દુકાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આગ લાગવાનું કારણ અકબંધ છે.આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ચારેબાજુ ધૂમાળાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button