જૂનાગઢ:ખેડૂત નેતા અને વિસાવદર વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના ઊભા પાકને થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી માંગ કરી છે.
પોતાના પત્રમાં હર્ષદ રીબડીયાએ મુખ્યમંત્રીને લખ્યું છે કે, વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્યમાં પાછોતરા અતિભારે વરસાદને કારણે ખેડૂતોના તૈયાર માલપાકને ખૂબ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને વિસાવદર પંથકમાં સો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભેસાણ તથા જૂનાગઢ ગ્રામ્ય સહિત આ ત્રણેય તાલુકામાં પાછોતરા ભારે વરસાદથી તૈયાર મગફળીના પાથરા તણાયા તેમજ સડી ગયા છે.
આ ઉપરાંત ઉભી મગફળીમાં પણ સતત વરસાદથી સડો બેસી ગયો છે. જ્યારે સોયાબીન કઠોળ સહિતના પાકોમાં પણ સતત વરસાદથી ખૂબ મોટી નુકસાની છે, તેમ જ કપાસમાં પાછોતરા અતિ વરસાદથી જીંડવા ખરી ગયેલ છે તેમાં પણ ખૂબ મોટી નુકસાની છે. આથી જગતના તાત ગરીબ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, તો અમારા પંથકના ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube