- સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ
- જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા: સ્ટેટ આઈકોન નિકિતા કુંવર
Surat News: આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે સુરતના કિન્નર સમાજ (થર્ડ જેન્ડર)ના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે, જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા હોય છે. એટલે જ લોકશાહીમાં મતદાનનું અનેરૂ મહત્વ હોય છે.
સૌ મતદારોએ સપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઇએ. ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે ત્યારે 18 વર્ષથી વધુ વયના યંગસ્ટર્સને આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું.
કિન્નર સમાજના અગ્રણી નૂરી કુંવર કશિશ કુંવરે નાગરિકોને મતદાનની અપીલ કરતાં જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે. અઢાર વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે, ત્યારે લોકશાહીમાં મતદાનનો અધિકાર બહુમૂલ્ય છે. દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી તા.૭મી મે એ યોજાનારા લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપણે સૌ નગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ.
નૂરી કુંવર કશિશ કુંવરે વધુમાં કહ્યું કે, દેશના સર્વાંગી વિકાસમાં આપણા પ્રત્યેક મતનું આગવું મૂલ્ય છે. મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા, દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે. અને દેશના નાગરિક તરીકેની ફરજ પણ છે, જે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવે છે. જેથી કિન્નર સમાજ વતી સુરત શહેર સહિત રાજ્યના નાગરિકોને આ મહાપર્વમાં હોંશે- હોંશે પરિવાર સાથે મતદાન થકી સહભાગી થવા તેમણે અપીલ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube