Guyana and Barbados PM Modi News: દુનિયામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. ગયાના અને બાર્બાડોસે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આફ્રિકાના પ્રવાસે છે. પીએમ મોદી બુધવારે ગયાના પહોંચ્યા છે. હવે ગયાના અને બાર્બાડોસ બંને દેશોએ પીએમ મોદીને તેમના દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.
Guyana and Barbados to confer their top awards to PM Narendra Modi. Guyana will confer its highest national award, “The Order of Excellence” on Prime Minister Narendra Modi. Barbados will confer the prestigious Honorary Order of Freedom of Barbados.
Dominica had also announced… pic.twitter.com/iWRL8Q5PKH
— ANI (@ANI) November 20, 2024
PM નરેન્દ્ર મોદીને વધુ બે દેશો આપશે સર્વોચ્ય સન્માન
જાણકારી મુજબ ગયાના દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ એક્સીલેન્સથી સન્માનિત કરશે જ્યારે બારબાડોસ ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બારબાડોસથી સન્માનિત કરશે. 50 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને ગયાનાની મુલાકાત લીધી છે. ઉલ્લેખનીય છે કે ગયાનામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળની વસ્તી રહે છે. જેમની સંખ્યા 3,20,000 ની આસપાસ છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા ડોમિનિકાએ કોરોનાકાળમાં દેશને મદદ કરવા બદલ વડાપ્રધાન મોદીને તેમના દેશનું સર્વોચ્ય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી હતી.
PM મોદીના આંતરરાષ્ટ્રીય સન્માનની સંખ્યા 19 થઈ ગઈ છે. ગુયાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ’ એનાયત કરશે. બાર્બાડોસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ફ્રિડમ ઓફ બાર્બાડોસ’નો પ્રતિષ્ઠિત માનદ એવોર્ડ એનાયત કરશે. ડોમિનિકાએ પણ થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ આપ્યો હતો.
નાઈજીરીયાએ પણ સન્માનિત કર્યા
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube