September 21, 2024
KalTak 24 News
Gujarat

રથયાત્રા માટે ગુજરાતના આ શહેરમાં તૈયાર થયો સૌથી મોટો રથ,સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ-ગુજરાતમાં પ્રથમ મોટો રથ

Rath Yatra Surat 2023

Rath Yatra Surat: અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈ નગર ચર્ચા એ નીકળશે.જેની ભવ્ય તૈયારીઓ સુરત(Surat) ખાતે કરવામાં આવી રહી છે. સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર(Iskcon Temple) દ્વારા ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે.જે રીતે રોડ પર ઈલેક્ટ્રીક વાહન જોવા મળે છે. તે જ ટેકનિક થી આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે. જેથી સુરતના રસ્તાઓ ઉપર આ વખતે રથયાત્રા માં હાઇડ્રોલિક રથ આકર્ષણ નું કેન્દ્ર રહેશે.

content image 25cc4abb b826 4ef7 aab8 a7080402a9d7

સુરતના વરાછા વિસ્તાર(Varachha area)ખાતે આવેલા ઇસ્કોન મંદિર ની અંદર હાલ ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાના દિવસે પ્રથમવાર અત્યાધુનિક ટેકનિક અને સમય પ્રમાણે જે રીતે રથમાં બદલાવ આવવો જોઈએ તે જોવા મળશે. સામાન્ય રીતે રથયાત્રા માટે ખાસ લાકડાથી રથ તૈયાર કરવામાં આવતો હોય છે અને કારીગરો મહિના સુધી આ રથને તૈયાર કરે છે. પરંતુ સુરત વરાછા ખાતે ઇસ્કોન મંદિરમાં ખાસ ટ્રકની નીચેનો ભાગ લઈને તેની ઉપર ભગવાન જગન્નાથજી માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ છે. તેને ચલાવવા માટે ડ્રાઇવરની સીટ પણ જોવા મળશે અને સહેલાઈથી ભરચક વિસ્તારમાં બ્રેક લાગી શકે આ માટેની વ્યવસ્થા પણ આ રથમાં જોવા મળશે.

content image e66a3610 9058 4b60 8969 ac94e579d1aa

આ રથ ગુજરાતનો સૌથી મોટો રથ
આ રથયાત્રામાં ગુજરાતમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર સુરતમાં બનાવેલો રથ રહેશે. સુરતમાં રથ યાત્રા માટે છેલ્લા આઠ મહિનાથી હાઇડ્રોલિક રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ સુરતમાં જોવા મળશે છે. રથ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પર થી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં જોવા પણ મળશે.

surat rathyatra

કુલ 11 કિલોમીટરની હશે રથયાત્રા
રથયાત્રા કુલ 11 કિલોમીટરની રાખવામાં આવી છે. રથ ને ચલાવવા માટે એક ડ્રાઇવિંગ સ્ટેન્ડ પણ રહેશે. તેમ છતાં રથને ભક્તો પણ ચલાવશે. સુરતના વરાછા મીનીબજારથી રથયાત્રાનો પ્રારંભ થશે અને સરથાણા જકાતનાકા સુધી સમાપન કરવામાં આવશે.

img20230615113216 1686809151

આ રથ છેલ્લા આઠ મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા સુરતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ છે. કારણ કે, આ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પરથી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. સામાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં પણ જોવા મળશે.

surat rathayatra 2

વરાછા ઇસ્કોન મંદિરમાં સેવા આપનાર હરી મોરારીદાસ એ કહ્યું કે , અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવશે. ગુજરાત ભરમાં આ રથ આકર્ષણનું કેન્દ્ર છે. કારણકે આ રથ ગુજરાતનો સૌથી મોટ રથ છે. જેની ઊંચાઈ 33 ફૂટ છે. લંબાઈ 27 ફૂટ પહોળાઈ 17 ફૂટ છે. હાલ જે આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ આધુનિક અને સમય પ્રમાણે છે. મોટા ટ્રકના નીચેના ભાગ જે હાઇડ્રોલિક પાર્ટ હોય છે તેને લઈ તેની ઉપર આખી સિસ્ટમ અપલોડ કરવામાં આવી છે. રથ ને ચલાવવા માટે એક ડ્રાઇવિંગ સ્ટેન્ડ પણ છે. રથને ભક્તો ચલાવશે. આ માટે તમામ પ્રકારની સુવિધા રથમાં જોવા મળશે. જે રીતે ઈલેક્ટ્રીક ગાડીમાં જે સિસ્ટમ હોય છે, તે જ રીતે આ સિસ્ટમ અમે રથમાં તૈયાર કરી છે. રથયાત્રા કુલ 11 કિલોમીટરની હશે. જે સુરત વરાછા મીનીબજાર થી પ્રારંભ થશે અને સરથાણા જકાતનાકા સુધી જશે.

surat rathayatra 1

સુરતમાં આ વખતની રથયાત્રા યાદગાર રહે એ માટે વરાછાના ઇસ્કોન મંદિરના સેવકો દ્વારા અનોખો રથ અને વાઘા માં પણ કોમીએકતા નો સંદેશ આપવામાં આવ્યો છે. ૭૦ જેટલા અલગ અલગ ધર્મના લોકો રથયાત્રા ની સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવાશે. આ વખતે અત્યાધુનિક ટેકનિક નો ઉપયોગ કરીને બનાવેલો રથ લોકોમાં પણ બદલાવ લાવશે. લાકડામાંથી રથ તૈયાર કરવાનો બદલે અન્ય વાહનનો ઉપયોગ કરી કારીગરો અને ઇસ્કોન મંદિરના સેવકો એ મહિના સુધી મહેનત કરી રથને તૈયાર કર્યો છે. જે નગર ચર્ચા એ નીકળતા શહેરભરમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે…

 

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

Mass Suicide/ સુરતના અડાજણમાં 2 બાળકો સહિત પરિવારના 7 સભ્યોએ કર્યો આપઘાત,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો,કારણ અકબંધ

KalTak24 News Team

ઇસ્કોન બ્રિજ પર ભયાનક દુર્ઘટના,અકસ્માત જોઈ રહેલા લોકો પર જેગુઆર કાર ફરી વળતા 9 લોકોનાં નિધન

KalTak24 News Team

સુરત/ હીરાના વેપારીના પુત્રએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરી પહોંચ્યો લગ્નમંડપમાં,દુલ્હો શ્રીરામ તો માં સીતા બની દુલ્હન–જુઓ વિડીયો

KalTak24 News Team