September 8, 2024
KalTak 24 News
Gujarat

Mass Suicide/ સુરતના અડાજણમાં 2 બાળકો સહિત પરિવારના 7 સભ્યોએ કર્યો આપઘાત,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો,કારણ અકબંધ

Surat Mass suicide
  • સુરતમાં એક પરિવારનો સામૂહિક આપઘાત 
  • એક પરિવારના 7 લોકોએ ટૂંકાવ્યું જીવન 
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી 

Surat News: સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. જે મુજબ સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારના સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

7 family members including 2 children committed suicide in Adajan, Surat, 6 people swallowed poison Suicide: સુરતના અડાજણમાં 2 બાળકો સહિત પરિવારના 7 સભ્યોએ કર્યો આપઘાત, 6 લોકોએ ગટગટાવી ઝેરી દવા

એક જ પરિવારના 7 સભ્યોનો આપઘાત
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી 

ફર્નિચરના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર હતો. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામ છે. જેના અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે, કંટ્રોલ રૂમમાં મેસેજ આવવાથી જાણ થઇ છે. એક વ્યક્તિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે. જ્યારે બાકીના વ્યક્તિઓને ઝેર આપ્યું હોય તેમ લાગે છે. આ ઉપરાંત એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે.

surat suicide 1 2023 10 3707d3c2fece8fc1ae3a8197378a22f6
મૃતક મનિષ સોલંકી અને બાળકો

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘરના એક સભ્યએ તમામ લોકોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ફર્નિચરના મોટા વ્યવસાય સાથે પરિવાર સંકળાયેલો હતો તેવી વિગતો સામે આવી રહી છે. જેમાં મનીષ સોલંકીના પરિવારનો સામુહિક આપઘાત કર્યો છે. જોકે કઈ સ્થિતિમાં આપઘાત કર્યો તેના અંગેની માહિતી આવી નથી. 

સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ

બીજી તરફ બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ક્યાં કારણોસર પરિવારે આ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.બીજુ બાજુ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનો પૂછપરછ કરવામાં આવી રહી છે.  પોલીસ તપાસ બાદ આ અંગે વધુ માહિતી સામે આવી શકશે.

 ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે, એક પરિવારના સાત લોકોએ આપઘાત કર્યા હોવાનો મેસેજ હતો. આમાંથી એક વ્યક્તિએ ફાંસો ખાઘો છે અને છ લોકોએ કોઇ ઝેરી વસ્તુ લીધી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ બાબતે તેમણે જે લખાણ લખ્યું છે તે વેરિફાઇ કરવાની કાર્યવાહી ચાલુ છે. લખાણમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે તેવું કારણ જણાવ્યું છે. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામકાજ હતું અને તે સુપરવાઇઝર હતા. તેમના હાથની નીચે 30થી 35 લોકો કામ કરતાં હતાં.

મૃતકનાં નામ

  • મનીષ સોલંકી
  • રીટા સોલંકી
  • શોભનાબેન સોલંકી (માતા)
  • કનુભાઈ સોલંકી (પિતા)
  • દીક્ષા ,કાવ્યા, કુશલ

”સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે કોઈ પાસે રૂપિયા લેવાના હતા પણ આપતા નથી”
સુરતના મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ”ખૂબ જ દુખદ ઘટના છે. મનીષ કનુભાઈ સોલંકીની 37 વર્ષની ઉંમર છે. તેમણે મમ્મી-પપ્પા, વાઇફ અને ત્રણ સંતાનો સાથે સ્યૂસાઇડ કર્યું છે અને પોતે ગળેફાંસો ખાધો છે. બધાના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અત્યારે મોકલ્યા છે. સ્યૂસાઇડ નોટ પણ મળી છે. પણ કોઈના નામ જાહેર કર્યા નથી. જેમાં લખ્યું છે કે, મારે કોઈ પાસે રૂપિયા લેવાના હતા. આપતા નથી પણ હું કોઈને હેરાન કરવા માગતો નથી. એટલે તેમણે કોઈના નામ લખ્યા નથી. હું આ ઘટનાથી ખૂબ જ સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન એમની આત્માને શાંતિ આપે. પોલીસ એની કાર્યવાહી કરી રહી છે.”

”સામૂહિક આપઘાત અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.”
પોલીસ અધિકારીએ ઘટના સ્થળ પર મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ”સાત લોકોએ સ્યૂસાઇડ કર્યું છે. જેમાં બે ઉમંરલાયક વ્યક્તિ છે. તેમના છોકરા અને પુત્રવધુ છે સહિત ત્રણ બાળકો છે. જેમાંથી એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આ સિવાય અન્ય લોકોએ ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. અત્યારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. સ્યૂસાઇડ નોટ મળી છે તેમાં કોઈનું નામ લખ્યું નથી. તેમાં એવું લખ્યું છે કે, તેણે કોઈને રૂપિયા આપ્યા હતા. તે પાછા આપતા નથી.”

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

NARMADA : નર્મદામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો,પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ,જુઓ VIDEO

KalTak24 News Team

શું આપ આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગો છો?, KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

KalTak24 News Team

ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને કોર્ટે સંભળાવી ફાંસીની સજા,કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી