ગુજરાત
Trending

ઇસ્કોન બ્રિજ પર ભયાનક દુર્ઘટના,અકસ્માત જોઈ રહેલા લોકો પર જેગુઆર કાર ફરી વળતા 9 લોકોનાં નિધન

 • આરોપીને અકસ્માત બાદ સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો
 • આરોપી સામે IPC 304, 279, 337, 338 કલમો હેઠળ ફરિયાદ થઇ
 • આરોપી સામે ટ્રાફિક PI વી.બી.દેસાઈ બન્યા ફરિયાદી

9 people died in an accident in Ahmedabad: ક્યારેક ક્યારેક તમે હાઈવે પરથી પસાર થતાં જોયું હશે કે કોઈનું અકસ્માત થઈ જાય તો લોકો ટોળે ટોળા ફરી વળે છે. જોકે અમદાવાદના પ્રસિદ્ધ વિસ્તાર ઈસ્કોનમાં આ રીતે લોકોને ભીડ એકઠી કરવી ભારે પડી.અમદાવાદમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શહેરના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે.

અકસ્માતમાં કોન્સ્ટેબલ, હોમગાર્ડ જવાન સહિત 9ના મૃત્યુ નિપજ્યાં છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

અકસ્માત જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.

મૃતકોમાં મોટાભાગના પીજીમાં રહેતા યુવકો હતો. જગુઆર કાર ચલાવનાર વ્યક્તિનું નામ તથ્ય પટેલ છે. સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મૃતકોના નામની યાદી

 1. ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
 2. નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ)
 3. અમનભાઈ અમિરભાઈ કચ્છી (ઉં.વ.25)
 4. નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22)
 5. રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23)
 6. અરમાન અનિલભાઈ વઢવાણિયા (ઉં.વ. 21)
 7. અક્ષર અનિલભાઈ પટેલ (ઉં.વ.21)
 8. કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23)

WhatsApp Image 2023 07 20 at 6.01.37 AM 1

ટ્રાફિક વિભાગના એસીપીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરી
આ અંગે ટ્રાફિક વિભાગના એસીપી એસ જે મોદીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ બનાવમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ બનાવ બાદ સ્થાનિક પોલીસ અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા. જ્યારે અકસ્માત કરનાર કારની અંદર ગોતા વિસ્તારમાં કુખ્યાત ઈમેજ ધરાવતા વ્યક્તિનો દીકરો અને બીજા એક યુવક અને યુવતી પણ હતાં. જેઓને પણ ઈજા થઈ હતી. આ બનાવ બાદ કારચાલકને લોકોએ સબક શીખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને કેટલાક લોકોએ બચાવીને સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.જ્યારે કારમાં બેઠેલી યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી.

WhatsApp Image 2023 07 20 at 6.01.37 AM

ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

ઇજાગ્રસ્તો અંગે મળતી માહિતી પ્રમાણે, મિજાનભાઈ શેખ અને નારણભાઈ ગુર્જરને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે કુરેશી અલમસ્ત સોલામાં સારવાર લઈ રહ્યા છે. આ ઇજાગ્રસ્ત કાલુપુરના રહેવાસી છે

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button