ગુજરાત
Trending

જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે પોલીસ અને ટોળાં વચ્ચે ઘર્ષણ, 4 પોલીસકર્મી ઘાયલ, એકના મોતની આશંકા

જૂનાગઢ(Junagadh)માં ગઈકાલે રાત્રે એક દબાણને લઈને ભારે હોબાળો થયો હતો.ગેરકાયદેસર બાંધકામને લઈને વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસ બાદ કેટલાક લોક રોષે ભરાયા હતા અને પોલીસકર્મીઓને(Junagadh Police) જ નિશાન બનાવ્યા હતા. આ હિંસામાં પોલીસે 174 લોકોની અટકાયત કરી છે જ્યારે આ હિંસામાં એક વ્યક્તિના મોતની આશંકા છે.

જૂનાગઢમાં ગઈકાલે ગેરકાયદેસર દરગાહના બાંધકામની નોટિસને લઈને રાત્રે 300 લોકોના ટોળાએ પોલીસ ચોકી પર પથ્થરમારો(Stone Pelting) કર્યો અને બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. આ હુમલામાં ડીએસપી સહિત ચાર પોલીસકર્મી ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યુ હતું. હિંસા બાદ એક્શનમાં આવી ગયેલી પોલીસે લગભગ 175 લોકોની અટકાયત કરી છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ છે, પરંતુ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.

આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં 200-300 લોકોની ભીડ પથ્થરમારો કરતી અને વાહનો તોડતી જોવા મળી રહી છે.જ્યારે પોલીસે તેમને આ સ્થળેથી હટાવવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પથ્થરમારો શરૂ કર્યો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. હુમલામાં એક DySP અને ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. હાલ સ્થિતિ કાબુમાં છે અને પોલીસ સમગ્ર શહેરમાં દરેક જગ્યાએ તપાસ કરી રહી છે.

શું છે મામલો ?

જૂનાગઢમાં મજેવડી દરવાજાની પાસે રસ્તાની વચ્ચે એક ગેરકાયદેસર દરગાહના દબાણને દૂર કરવા માટે મહાનગરપાલિકા વતી સિનિયર ટાઉન પ્લાનર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે આ દરગાહ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી છે. પાંચ દિવસમાં આ દરગાહના બાંધકામની માન્યતાના પુરાવા રજૂ કરવા જોશે નહીં તો આ દરગાહને તોડી પાડવામાં આવશે. દરગાહને તોડી પાડવાની નોટિસ મુકવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા.

content image dd45ad84 4b46 4ade a9af a486144ffaf1

નોટિસ વાંચતા જ અસામાજિક તત્વો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ પથ્થરમારો શરુ કર્યો હતો અને સરકારી વાહનોમાં આગચંપી કરી હતી. જેના કારણે તંગદીલીનું વાતાવરણ જોવા મળ્યુ હતુ. આ દરમિયાન પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે પોલીસ દ્વારા લાઠીચાર્જ શરૂ કરવામાં આવતા અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ભેગા થઈ જતા ટોળુ વિખેરાઈ ગયું હતું. ટોળાઓ દ્વારા પોલીસ વાહન પર પથ્થરમારો કરતાં પોલીસે ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી કરતા 175 લોકોની અટકાયત કરી છે અને આ હિંસામાં એક વ્યક્તિના મોતની આશંકા પણ છે.

સમગ્ર મામલે પોલીસના જણાવ્યા અનુસાર સ્થિતિ કાબુમાં છે અને સમગ્ર જૂનાગઢ શહેરમાં સેંકડો પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જૂનાગઢના એસપી રવિ શેટ્ટીએ કહ્યું, મજેવડી રોડ પાસે એક રોડ પર એક સમાધિ છે. કોર્પોરેશને તે દરગાહને પાંચ દિવસ પહેલા નોટિસ પાઠવી હતી કે, જો કોઈ પાસે તેના માટે દાવો હોય તો તેણે કોર્પોરેશનમાં રજૂઆત કરવી. આ નોટિસ પર નારાજગી વ્યક્ત કરવા માટે શુક્રવારે 500-600 લોકો ત્યાં ભેગા થયા અને રસ્તો રોકવાનો પ્રયાસ શરૂ કર્યો. આ પછી પોલીસ ત્યાં પહોંચી જેમાં DSP હિતેશ સહિત અન્ય પોલીસકર્મીઓ સામેલ હતા. એક કલાકથી વધુ સમય સુધી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તે સમયે પાછળથી કોઈએ પથ્થરમારો કરતાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.પથ્થરમારોમાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

એસપી રવિ શેટ્ટીએ કહ્યું, DSP હિતેશને ચાર ટાંકા આવ્યા છે, ત્રણ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે જ્યારે 2 પોલીસકર્મીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસે રાતોરાત ત્યાં કોમ્બિંગ કર્યું અને અમે 174 આરોપીઓ અને શંકાસ્પદોની અટકાયત કરી. અમે વધુ વીડિયોની તપાસ કરી રહ્યા છીએ અને તમામ આરોપીઓની ધરપકડ કરીશું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જૂનાગઢ શહેરમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. IG સહિત ડઝનબંધ પોલીસ અધિકારીઓ અને સેંકડો પોલીસકર્મીઓ અહીં તૈનાત છે. તમામ પોલીસકર્મીઓ સુરક્ષિત છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે જે ન થવી જોઈતી હતી.

પોલીસે ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ મોકલી આપ્યા હતા, આ પછી કેટલાક પથ્થરબાજોની પણ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ FIR નોંધી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં દરગાહની સામે કેટલાક યુવકોને માર મારવામાં આવી રહ્યો છે. જૂનાગઢ પોલીસે પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે, હાલ આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

 

નોંધ : અન્ય ન્યૂઝ પ્લેટફોર્મ ના માધ્યમ થી લીધેલ માહિતી દર્શાવવામાં આવી છે.

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button