- પીપી સવાણીના પિયરીયું લગ્નસમારોહમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પીને દંપતીએ ફેરા લીધા
- ધર્મ, સમાજ, પ્રદેશના બંધનોથી ઉપર ઉઠીને યોજાયેલા પિયરીયું લગ્ન સમારોહમાં સમાજ અગ્રણીઓએ દીકરીને આશીર્વાદ આપ્યા
Today Mass Wedding in Surat : પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ‘પિયરીયું’ લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે ૫૬ દીકરીઓની વિદાય સાથે બે દિવસમાં ૧૧૧ દીકરીઓએ સવાણી પરિવારના આંગણેથી ભાવસભર વિદાય લીધી હતી. પી.પી.સવાણી પરિવારે દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરીઓના લગ્નનું આયોજન કરી સામાજિક એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છેલ્લા દોઢ દાયકાથી પૂરું પાડે છે. આજે ૧૫મી ડીસેમ્બર સરદાર પટેલની પુણ્યતિથી એ એમની પૂર્ણ કદની પ્રતિમા આગળ દરેક દીકરી અને જમાઈએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને એ પછી એમણે લગ્નવિધિમાં જોડાયા હતા. લગ્ન પહેલા સરદાર સાહેબને અંજલી આપવાની એક અનોખી ઘટના આજે પિયરીયું લગ્નસમારોહમાં બની હતી.
લગ્નસમારોહમાં જે પિતા વિહોણી દીકરીઓના લગ્ન થયા છે, તે તમામ દીકરીઓનું જે ઘરે સાસરે જવાની છે, તેમના સાસુ-સસરા દ્વારા આ દીકરીઓનું શક્તિ અને લક્ષ્મી સ્વરૂપ માનીને દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું. જેમાં પી.પી.સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણી, શ્રી વલ્લભભાઈ સવાણી તથા માનવંતા મહેમાનો સહભાગી બન્યા હતા.
લગ્ન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા પી.પી.સવાણી પરિવારના શ્રી મહેશભાઈ સવાણી સમાજના આગેવાનોને દરવર્ષે સમાજ, ગામ, તાલુકો કે જીલ્લાના જે મિલન સમારોહ થાય છે એમાં પિતા વિહોણી દીકરીના લગ્નની શરૂઆત કરવાનું આહ્વાન કર્યું હતું. સ્નેહમિલનની સાથે લગ્નોત્સવ થતા થાય તો અનેક વિધવા અને અનાથની ખૂબ મોટી સેવા થશે.
દીકરીઓને આશીર્વાદ આપવા રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય પુર્ણેશ મોદી, પ્રવીણ ઘોઘારી સહીત બ્રિજેશ મેરજા (મોરબી), પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, લાલજીભાઈ પટેલ (ધર્મનંદન), લક્ષ્મી ગ્રુપના વસંતભાઈ ગજેરા, યુરો ગ્રુપના મનહર સાસપરા, મુકેશ પટેલ, શૈલેશ સગપરીયા, જીતેન્દ્ર અઢિયા જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
વિદ્યાદાન અને કન્યાદાનના ઉદ્દેશથી પી. પી. સવાણી ગ્રુપ સંચાલિત રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી, ડભોલી- કતારગામ ખાતે ૧૦મી નવનિર્મિત શાળાનું પૂજ્ય મોરારિબાપુ ના વરદહસ્તે લોકાર્પણ
પી.પી. સવાણી ગ્રુપ સંચાલિત રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમી, ડભોલી ખાતે વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય મોરારિબાપુ, રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડીયા, સંતોષદાસજી – વારાણસી અને પીપીસવાણી ગ્રુપ- ફાઉન્ડર શ્રી વલ્લભભાઈ સવાણી (બાપુજી) ના વરદહસ્તે શાળાનું ભવ્ય લોકાર્પણ કરાયું હતું.
કાર્યક્રમમાં કતારગામ વિસ્તારના ના રહીશોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂજ્ય મોરારિબાપુએ બધાને આશીર્વચન પાઠવ્યા હતા, શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા શ્રી દક્ષેશભાઈ માવાણી એ પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું.
શાળામાં પૂજ્ય મોરારિબાપુ એ એક વૃક્ષ રોપીને શાળા અને તેના વિદ્યાર્થીઓ વટવૃક્ષ સમાન બને તેવા આશીર્વાદ આપ્યા હતા. શાળા માં એડમીશન લેનાર પ્રથમ બે બાળકો ને બાપુએ સ્મૃતિ ભેટ આપીને નવાજ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube