Salangpur Hanumanji Mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૬ મો વાર્ષિક પાટોત્સવ નિમિતે તારીખ:21-20-10-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 5:00 કલાકે મંગળા આરતી પ.પૂ.પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ મારુતિયજ્ઞી પૂર્ણાહુતિ બપોરે કરવામાં આવી હતી.
પાટોત્સવ મહોત્સવ યોજાયો
પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા’નું આયોજન તા. ૧૯-૧૦-૨૦૨૪ શનિવાર થી. ૨૧-૧૦-૨૦૨૪, સોમવાર દરમિયાન રાખવામા આવી હતી.સમગ્ર મંદિર પરિસરને સુશોભન તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
દાદાને કરાયો વિશેષ શણગાર
આજે કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાના 176મા પાટોત્સવ નિમિત્તે હનુમનાજીને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે તૈયાર થયેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવ્યા છે. દાદાના સિંહાસને 200 કિલો ગુલાબ, ઓર્કિડ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.
શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન
આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજશ્રી એવમ્ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થઈ હતી તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ સૌ પ્રેમીભક્તો પરિવાર સહિત પધારી ધન્યતા અનુભવી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube