Surat News: નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની શી ટીમ પણ ટ્રેડીશનલ કપડામાં સજ્જ થઈને વોચ રાખી રહી છે. આ ઉપરાંત સુરત પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી ગરબાના આયોજનો સહિતની જગ્યાઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.
નવરાત્રી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને અને તે માટે સુરત પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવી રહી છે. નવરાત્રીની શરુઆત સાથે જ પોલીસ દ્વારા રસ્તાઓ પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ બ્રેથ એનેલાઇઝર દ્વારા કોઈ વ્યક્તિએ નશો કરેલો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જ્યાં જ્યાં ગરબાના આયોજનો છે ત્યાં પોલીસની શી ટીમ ટ્રેડીશનલ કપડામાં ફરજ બજાવી રહી છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાંથી ગરબા આયોજનો પર નજર
સુરત પોલીસ કમિશ્નર કચેરીમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પણ આવેલો છે જ્યાંથી પોલીસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 24 કલાક બાજ નજર રાખે છે નવરાત્રી દરમ્યાન પોલીસ દ્બારા મોટા ગરબા આયોજકો પાસેથી આઈપી એડ્રેસ મંગાવીને કમાંડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખવામાં આવી રહી છે. કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાંથી નવરાત્રી આયોજનો પર લાઈવ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અહી પોલીસની ટીમ સતત હાજર હોય છે જેઓ શહેરના અલગ અલગ રસ્તાઓ સહીત નવરાત્રીના મોટા આયોજનો પર નજર રાખી રહી છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં બેસીને શહેરના તમામ મોટા નવરાત્રિ આયોજનો પર લાઈવ મોનિટરિગ કરવામાં આવી રહ્યું છે. તમામ આયોજકો પાસેથી પોલીસે તેમના આઈપી એડ્રેસ મંગાવ્યા હતા, તેને એક્સેસ કરીને આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી ખેલૈયાઓની અવરજવર અને વ્યવસ્થા ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે એઆઇની પણ મદદ લેવામાં આવી રહી છે. આયોજનમાં કેટલા લોકો એકત્ર થયા છે અને શું વ્યવસ્થા છે તેની ઉપર પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
નવ દિવસ કંટ્રોલ રૂમમાંથી બાઝ નજર રહેશે
સુરત પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં મોટા મોટા સ્ક્રીન લગાડવામાં આવ્યા છે. એક સ્ક્રીનમાંથી ચારથી પાંચ જગ્યાના સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે અને તેને જોવા માટે રાઉન્ડ ધી ક્લોક પોલીસ કર્મીઓ ત્યાં તેનાત છે. જો કોઈ ઘટના શંકાસ્પદ લાગે તો કંટ્રોલરૂમથી જે તે પોલીસ મથકમાં જાણ કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ સુધી આવી જ રીતે સુરત પોલીસ ગ્રાઉન્ડ પર હાજર રહેશે અને આ સાથે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી પણ બાઝ નજર રાખશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube