December 18, 2024
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર એવં છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets
  • દાદાને શનિવારે અને મંગળવારે કરાયા છે વિશેષ શણગાર
  • દાદાને છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવાયો
  • આજે શનિવાર હોવાથી દાદાના દર્શન કરવા ભકતોનું ઉમટયું ઘોડાપૂર

Sarangpur Hanuman Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તારીખ 31-08-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવ્યો હતી.

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

દાદાને 308 કિલો છપ્પન ભોગ મિઠાઈનો અન્નકૂટ

શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલનો શણગાર ધરાવવામા આવ્યો હતો. બપોરે 11:00 કલાકે ગુલાબજાંબુ,કાજુકતરી,બરફી વગેરે અનેક મીઠાઈ ધરાવી અન્નકૂટ આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

દાદાના સિંહાસને 200 કિલો ફુલનો શણગાર કરાયો

આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારીશ્રી વિવેકસાગરસ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને 200 કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. તો આજે દાદાને 308 કિલો છપ્પન ભોગ મિઠાઈનો અન્નકૂટ પણ ધરાવામાં આવી રહ્યો છે. જેમાં કાજુ અને ડ્રાયફ્રુટની મીઠાઈ છે.

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

Related posts

સુરતમાં બીજા માળેથી લિફ્ટ તૂટતાં એક યુવાનનું મોત, આઠ ઘાયલ

KalTak24 News Team

આજનું રાશિફળ/ 20 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

KalTak24 News Team

પી.પી સવાણી અને જાનવી ગ્રુપ આયોજિત દ્વિ-દિવસીય ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવના પ્રથમ દિવસે ૧૫૦ નવદંપતિઓ લગ્નના બંધનથી બંધાયા

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં